Morbi,તા.19
વઘાસીયા ટોલનાકે ઇકો કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી બૂમ બેરીકેટ સાથે અથડાવી મહિલા કર્મચારીને માથામાં ઈજા પહોંચાડી ઇકો ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે રહેતા બંસીબેન મોહનભાઈ પરમાર નામની મહિલા વઘાસીયા ટોલનાકા ખાતે નોકરી કરે છે જેને ઇકો કાર જીજે ૦૩ એલજી ૫૨૪૭ ના ચાલક સામે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૫ ના રોજ બંસીબેન વઘાસીયા ટોલનાકે પોતાની ફરજ પર હતા અને ટોલ કલેક્ટ કરવાની કામગીરી કરતા હતા ત્યારે બપોરના અઢી ત્રણેક વાગ્યા આસપાસ ઇકો કારના ચાલકે ટોલનાકાના બૂમ બેરીકેટ સાથે ઇકો કાર અથડાવી હતી જેથી બૂમ બેરીકેટ બંસીબેનને માથામાં લાગતા ઈજા કરી ઇકો કારનો ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે