Balrampur,તા.17
ગેરકાયદે ધર્માંતરણનાં આરોપી જલાલુદીન ઉર્ફે છાંગુર બાબાના મામલામાં હવે ઈડીએ સકંજો કસ્યો છે.આજે સવારે ઈડીની ટીમે બલરામપુરથી માંડીને મુંબઈ સુધી છાંગુરબાબાનાં કુલ 14 ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. આ દરોડા દરમ્યાન અનેક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે.
મુંબઈનાં બાંદ્રામાં મોજુદ છાંગુર બાબાનાં સહયોગી શહજાદની અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. શહજાદનાં ખાતામાંથી શંકાસ્પદ લેવડ-દેવડને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. સવારે 5 વાગ્યાથી બધા 14 સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સ્થળોની બહાર પોલીસ તૈનાત કરાઈ છે.
આ ઉપરાંત ઉતરપ્રદેશનાં 12 સ્થળે દરોડા કાર્યવાહી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે યુપી એટીએસએ છાંગુરબાબા અને તેની સહયોગી નીતુની ધરપકડ કરી હતી અને તેની 7 દિવસની રીમાન્ડમાં પૂછપરછ દરમ્યાન અનેક મહત્વના ખુલાસા થયા હતા.