Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પહેલા ક્રૂરતા, પછી પિતરાઈ ભાઈએ ગળું દબાવી દીધું,ઘરની બહાર સગીરાનો મૃતદેહ મળ્યો

    November 19, 2025

    લગ્ન પછી બે કે ત્રણ બાળકો હોય… Punjab વિધાનસભા અધ્યક્ષે પંજાબીઓને અપીલ કરી ?

    November 19, 2025

    અહેમદ પટેલની પુત્રી Mumtaz Patel કોંગ્રેસ ચૂંટણી ન જીતવાના ત્રણ મુખ્ય કારણો આપ્યા

    November 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પહેલા ક્રૂરતા, પછી પિતરાઈ ભાઈએ ગળું દબાવી દીધું,ઘરની બહાર સગીરાનો મૃતદેહ મળ્યો
    • લગ્ન પછી બે કે ત્રણ બાળકો હોય… Punjab વિધાનસભા અધ્યક્ષે પંજાબીઓને અપીલ કરી ?
    • અહેમદ પટેલની પુત્રી Mumtaz Patel કોંગ્રેસ ચૂંટણી ન જીતવાના ત્રણ મુખ્ય કારણો આપ્યા
    • Sathya Sai Baba ના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાયે પીએમ મોદીની પ્રશંસા કરી
    • Gujarat ના ૪૯ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ૯૮૦ કરોડ રૂપિયાથી વધુની સહાય જમા કરાઈ
    • Surat: તું મને બહુ ગમે છે, તારા વગર રહી નહી શકું, વિધર્મીએ સગીરાને ફસાવી વારંવાર શરીરસુખ માણ્યું
    • Rajkot માં ૪૦ સેકન્ડમાં ઝપાઝપીથી લમણે ગોળી સુધી, હત્યા-આત્મહત્યા સીસીટીવીમાં કેદ
    • Porbandar ના માધવપુર ઘેડમાં શ્રી કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કે રૂ. ૪૩ કરોડથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…દીદીના બંગાળમાં અરાજકતા
    લેખ

    તંત્રી લેખ…દીદીના બંગાળમાં અરાજકતા

    Vikram RavalBy Vikram RavalApril 16, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી લઈને મધ્ય પ્રદેશના ગુના અને તેના પહેલાં નાગપુર મલાડ વગેરેની ઘટનાઓએ દેશને ચિંતામાં મૂકી દીધો છે. આ ઘટનાઓમાં સતત દેખાઈ રહેલા યથાર્થને ઓળખીને તેને અનુરૂપ વ્યવહાર નક્કી કરવાનો સમય છે. મુર્શિદાબાદથી ભાગીરથી નદીમાં નાવ પર બેસીને પલાયન કરતા અને પછી માલદા જિલ્લામાં ઉતરતા લોકોની તસવીરો કોઇપણ સંવેદનશીલ વ્યક્તિને અંદરથી હચમચાવી દેશે. આપણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં બિનમુસ્લિમો, હિંદુઓ વિરુદ્ઘ હિંસા પર ભવાં ચડાવીએ છીએ, આપણા દેશ વિશે શું કહીશું? માલદાના પારલાલપુર હાઇસ્કૂલમાં શરણ માટે લગભગ ૫૦૦ લોકોની તસવીરો અને વક્તવ્ય દેશ સામે છે. તેમાં ત્રણ દિવસના નવજાતથી લઈને મહિલાઓ, બુઝુર્ગ અને બાળકો સામેલ છે. સ્થાનિક લોકોએ તેમના રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંતા મજૂમદારની યાત્રા બાદ પાર્ટી અને બીજા હિંદુ સંગઠન પણ સક્રિય થયા, પરંતુ શું કોઇને યાદ છે કે ૨૦૨૧ વિધાનસભા ચૂંટણી બાદ હિંદુઓ અસમ અને ઝારખંડ ભાગી ગયા હતા. તેઓ આજ સુધી પાછા ફર્યા કે નહીં દેશને ખબર પણ ન હતી. જ્યારે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વશર્માએ પોસ્ટ લખી ત્યારે તેની જાણકારી મળી. વર્તમાન ઘટનામાં પલાયન કરી ગયેલા લોકો મુર્શિદાબાદના ધુલિયાનના છે. તેઓ કહી રહ્યા છે કે ઘરોમાં આગ લગાડી દીધી, મારપીટ કરવામાં આવી, હવે ન ઘર રહ્યું, ના ખાવા માટે રાશન બચ્યું, બધું જ લૂંટાઈ ગયું. મણિપુર પર તોફાન ઊભું કરનનારા અને યાત્રા કરનારા રાહુલ ગાંધીથી માંડીને વિપક્ષના નેતાઓની ચૂપકિદી વધારે ડરાવનારી છે. મણિપુર બધા માટે ચિંતાનો વિષય હોવો જોઇએ, તો મુર્શિદાબાદ કેમ નહીં?

    આ જ એ પ્રશ્ન છે અલગ-અલગ એવી ઘટનાઓ અને સંદર્ભોમાં જેનો જવાબ ભારત સ્પષ્ટ રૂપે ક્યારેય નથી આપી શક્યું. ધુલિયાનમાં એક ગરીબ પિતા-પુત્રની હત્યા કરી દેવામાં આવી, જેઓ હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા. મૂર્તિકાર સાથે કોને વેર હોઇ શકે? લોકો કહી રહ્યા છે કે તેમની પાણીની ટાંકીમાં ઝેર ભેળવી દેવાયું. તેમાં કેટલી સચ્ચાઈ છે તેની તપાસ મમતા બેનર્જી સરકારે કરવી જોઇતી હતી. નથી કરી તેનો મતલબ શો માનવો? કેટલાય તળાવોમાં માછલીઓ સહિત અન્ય જીવ મરેલા જોવા મળ્યા, એટલે કે હુમલાખોરો ઘોષણા કરી રહ્યા હતા કે તમામ પાણીમાં ઝેર ભેળવી દઈશું. ટીવી કેમેરાના માધ્યમથી દેશે ત્યાંની હિંસા જોઇ. હજુ પણ અલગ-અલગ ક્ષેત્રોમાં હિંસા થઈ રહી છે. શમશેરગંજ સહિત કેટલાય સ્થળોએ બીએસએફની ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો. બીએસએફના જવાનોએ કેટલાય ઘરોમાં ભરેલા પથ્થરો દૂર કર્યા. કોલકાતા હાઇકોર્ટના આદેશને કારણે કેન્દ્રીય સુરક્ષા દળોની ૧૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી, નહીં તો પશ્ચિમ બંગાળ પોલીસના રહેતાં શું થઈ રહ્યું હતું અન શું થાત એની કલ્પના જ ધ્રુજાવનારી છે. ભાજપ અને આરએસએસની ભલે ગમે તેટલી ટીકા થાય અને તેનો વિરોધ થાય, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં હિંદુ સમાજ સાથે તેમના સિવાય ઊભું રહેનારું કોઈ જ નથી! અન્ય પાર્ટીઓના સ્થાનિક એકમોને સત્ય દેખાય છે, ભૂમિકા નિભાવવા પણ માગે છે, પરંતુ પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વના દબાણમાં તે કશું નથી કરી શકાત. સ્થાનિક ભાજપના કેટલાય નેતાઓએ પ્રદેશમાં અફ્સ્પા લાગુ કરવાની માંગ કરી છે.

    કોઇને નવા વક્ફ કાયદા સામે વિરોધ હોય તો તેની રીત હિંદુઓ પર હુમલા કેવી રીતે હોઇ શકે? જો વિરોધ કરવો હોય તો તેના માટે હિંદુઓના ઘરો પર હુમલા કરવા, ધર્મસ્થળોને ક્ષતિગ્રસ્ત કરવા, દુકાન-ઘર બાળવા વગેરેની શી જરૂર છે? હુમલાખોરોની તૈયારી કેટલી હતી તેનો અંદાજો એ વાતે આવે કે પલાયન કરી ગયેલા લોકો જણાવી રહ્યા છે કે તેઓ ગેસ સિલિન્ડરોને ખોલીને દિવાસળીથી આગ લગાવી રહ્યા હતા અને તેમાં પેટ્રોલ નાખી રહ્યા હતા. ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર જેટલી ભારે સંખ્યામાં પથ્થરમારો થયો અને આગચંપી થઈ તેની તૈયારી એકાએક સંભવ નથી. છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે કે હિંદુઓના ઉત્સવો, શોભાયાત્રાઓ વગેરે પર પથ્થરમારાના કિસ્સા વધી રહ્યા છે. મુર્શિદાબાદની ઘટના પર બંગાળની મમતા સરકારના મંત્રી સાદિકુલ્લા ચૌધરી તો કહે છે કે પીડિતોએ પલાયન કર્યું તોય બંગાળમાં જ કર્યું ને! હિંસામાં બહારના અને ભાજપના લોકો સામેલ હતા, તેઓ બીએસએફની ગોળીથી મર્યા છે! મમતા સરકાર અને તેમની પાર્ટીનું સ્ટેન્ડ આવું હોય તો તેમની પાસે શી આશા રાખી શકાય? આવું પહેલી વાર નથી બન્યું.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…આતંકવાદ સામેની લડાઈ વધુ મુશ્કેલ બની ગઈ છે, જે એક મોટા ખતરાની નિશાની છે.

    November 19, 2025
    લેખ

    જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?

    November 17, 2025
    લેખ

    સગા-સબંધી સૌ મતલબના સાચો સાથીદાર પ્રભુ

    November 17, 2025
    લેખ

    18 નવેમ્બર, “નેચરોપથી ડે”

    November 17, 2025
    લેખ

    એક ઐતિહાસિક પગલું જે ભારતીય કૃષિના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરશે.

    November 17, 2025
    લેખ

    તંત્રી લેખ…ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી પગલાં આર્થિક પાયાને નબળો પાડી રહ્યા છે

    November 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પહેલા ક્રૂરતા, પછી પિતરાઈ ભાઈએ ગળું દબાવી દીધું,ઘરની બહાર સગીરાનો મૃતદેહ મળ્યો

    November 19, 2025

    લગ્ન પછી બે કે ત્રણ બાળકો હોય… Punjab વિધાનસભા અધ્યક્ષે પંજાબીઓને અપીલ કરી ?

    November 19, 2025

    અહેમદ પટેલની પુત્રી Mumtaz Patel કોંગ્રેસ ચૂંટણી ન જીતવાના ત્રણ મુખ્ય કારણો આપ્યા

    November 19, 2025

    Sathya Sai Baba ના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાયે પીએમ મોદીની પ્રશંસા કરી

    November 19, 2025

    Gujarat ના ૪૯ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ૯૮૦ કરોડ રૂપિયાથી વધુની સહાય જમા કરાઈ

    November 19, 2025

    Surat: તું મને બહુ ગમે છે, તારા વગર રહી નહી શકું, વિધર્મીએ સગીરાને ફસાવી વારંવાર શરીરસુખ માણ્યું

    November 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પહેલા ક્રૂરતા, પછી પિતરાઈ ભાઈએ ગળું દબાવી દીધું,ઘરની બહાર સગીરાનો મૃતદેહ મળ્યો

    November 19, 2025

    લગ્ન પછી બે કે ત્રણ બાળકો હોય… Punjab વિધાનસભા અધ્યક્ષે પંજાબીઓને અપીલ કરી ?

    November 19, 2025

    અહેમદ પટેલની પુત્રી Mumtaz Patel કોંગ્રેસ ચૂંટણી ન જીતવાના ત્રણ મુખ્ય કારણો આપ્યા

    November 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.