Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યુદ્ધવિરામનો ભંગ, હમાસથી ગુસ્સે ભરાયેલા Israel ગાઝા પર બોમ્બમારો કર્યો; ૨૬ લોકોના મોત

    October 29, 2025

    વરસાદે પહેલી ટી ૨૦ ધોઈ નાખી, જેના કારણે ગિલ અને સૂર્યાની ઇનિંગ નિરર્થક રહી

    October 29, 2025

    Vivek Oberoi ‘રામાયણ’ ફિલ્મમાંથી પોતાની ૪,૦૦૦ કરોડ ફી દાનમાં આપી

    October 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યુદ્ધવિરામનો ભંગ, હમાસથી ગુસ્સે ભરાયેલા Israel ગાઝા પર બોમ્બમારો કર્યો; ૨૬ લોકોના મોત
    • વરસાદે પહેલી ટી ૨૦ ધોઈ નાખી, જેના કારણે ગિલ અને સૂર્યાની ઇનિંગ નિરર્થક રહી
    • Vivek Oberoi ‘રામાયણ’ ફિલ્મમાંથી પોતાની ૪,૦૦૦ કરોડ ફી દાનમાં આપી
    • Sonam Wangchuk case સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ અને જોધપુર જેલ પ્રશાસન પાસેથી જવાબ માંગ્યો
    • આપણા પોતાના હોય કે બીજા કોઈના, અમે ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દઈશું,Tejaswi Yadav
    • રોકડ બદલ નોકરી’ કૌભાંડમાં ૩૫ લાખ રૂપિયામાં સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી,ED
    • Harsh Sanghvi and Jitu Vaghani ને મળી નવી જવાબદારી, બંન્ને સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા
    • જો ક્રાંતિકારીઓ બદનામના ડરથી ઘરે રહ્યા હોત, તો આપણે હજુ પણ અંગ્રેજોના ગુલામ હોત,Hardik Patel
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…ચૂંટણી કમિશ્નરોની નિયુક્તિ પર વિવાદ
    લેખ

    તંત્રી લેખ…ચૂંટણી કમિશ્નરોની નિયુક્તિ પર વિવાદ

    Vikram RavalBy Vikram RavalFebruary 21, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવા નિયુક્ત કરાયેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કમાર પદભાર સંભાળતાં પહેલાં જ સવાલોમાં ઘેરાઈ ગયા છે. નિયુક્તિ-પ્રક્રિયા સાથે જોડાયેલા આ સવાલો તેમની નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને શંકાસ્પદ બનાવે છે. જ્ઞાનેશકુમારની નિયુક્તિ નવા કાયદા અનુસાર ૧૭ ફેબ્રુઆરીએ થઈ. હરિયાણાના મુખ્ય સચિવ વિવેક જોશી પણ નવા ચૂંટણી કમિશ્નર નિયુકત કરવામાં આવ્યા છે. મોટો સવાલ તો વિપક્ષ એ જ ઉઠાવી રહ્યો છે કે જ્યારે નિયુક્તિ સાથે જોડાયેલ નવા કાયદાની કાયદેસરતાને પડકારતી અરજી પર સર્વોચ્ચ ન્યાયાલયમાં ૧૯ ફેબ્રુઆરીએ સુનાવણી છે તો આ નિયુક્તિની ઉતાવળ કેમ? ૧૭ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના નામિત કેબિનેટ મંત્રી અમિત શાહ સાથે બેઠકમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ જ તર્ક સાથે પોતાની અસહમતિની ટિપ્પણી આપીને નીકળી ગયા હતા. તેમ છતાં જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર બનાવવાની અધિસૂચના જારી કરી દેવામાં આવી છે.

    એક સંયોગ એ પણ છે કે ચૂંટણી કમિશ્નર રૂપે પણ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની નિયુક્તિ ૧૪ માર્ચ, ૨૦૨૪ના રોજ અચાનક કરી દેવાઈ હતી. હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર સાથે ચૂંટણી કમિશ્નર રહેલા અનૂપ ચંદ્ર પાંડે ૧૪ ફેબ્રુઆરીએ રિટાયર થઈ ચૂક્યા હતા, તો લોકસભા ચૂંટણીની ઘોષણા પહેલાં ૯ માર્ચે બીજા ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલે અચાનક રાજીનામું આપી દીધું. ત્યારે સવાલ પૂછવામાં આવતો હતો કે શું એકલા રાજીવ કુમાર લોકસભા ચૂંટણી કરાવી લેશે?યાદ નથી આવતું કે ટીએન શેષન બાદ કોઈ ચૂંટણી કમિશ્નર કે મુખ્ય ચૂંટણી કમિશ્નરનો કાર્યકાળ નિર્વિવાદ પસાર થયો હોય. એક અનુશાસિત નોકરશાહની છબિ ધરાવતા શેષન પોતાની સખ્તાઈથી તમામ રાજકીય પક્ષો માટે આતંક સમાન બની ગયા હતા. બ ેશક દેશભરમાં શેષનની સાખ અને જનતા વચ્ચે પણ સન્માન, ત્યારબાદ ચૂંટણી પંચ માટે બેહદ કઠિન કસોટી બની ગાય છે. એ સ્વાભાવિક તો છે, પરંતુ સવાલ પણ પેદા કરે છે કે ચૂંટણી પંચની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર સવાલ અને શંકા હંમેશાં વિપક્ષ તરફથી જ ઊઠે છે, જ્યારે સત્તાપક્ષને તે આદર્શ સંસ્થા દેખાય છે. આજે કોંગ્રેસ ચૂંટણી પંચની સાખને લઈને સૌથી વધુ ચિંતિત દેખાયછે, પરંતુ રાજીવ ગાંધીના વડાપ્રધાન કાળમાં જ ચૂંટણી પંચને એકથી ત્રણ સદસ્યોનું બનાવી દેવાયું હતું, જેથી અંકુશ અને સંતુલનને અવકાશ રહે.

    અસલમાં ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશ્નરોની સંખ્યાને લઈને બંધારણ મૌન છે. બંધારણનો અનુચ્છેદ ૩૨૪(૨) કહે છે કે ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નર હોઇ શકે છે, જેની સંખ્યા રાષ્ટ્રપતિ પર નિર્ભર કરશે. તેથી આઝાદી બાદ દેશમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશ્નર જ રહ્યા. નવમી લોકસભા ચૂંટણી પહેલાં ૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ના રોજ રાજીવ ગાંધી સરકારે બે બીજા ચૂંટણી કમિશ્નર નિયુક્ત કરી દીધા, જેનાથી પંચ બહુસદસ્ય સંસ્થા બની ગયું. ત્યારે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશ્નર આરવીએસ પેરીશાસ્ત્રી પર અંકુશ લગાવવા માટે એવું કરવામાં આવ્યું.

    બંધારણીય સંસ્થા ચૂંટણી પંચથી સત્તાની રમત આગળ પણ ચાલુ રહી. કેન્દ્રમાં સત્તા પરિવર્તન સાથે વ્યવસ્થા ફરી બદલાઈ. ૨ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ વી.પી. સિંહની સરકારે ચૂંટણી પંચને ફરીથી એક સદસ્યનું કરી દીધું. પછી જ્યારે ૧૯૯૧માં પીવી નરસિંહ રાવના નેતૃત્વમાં કોંગ્રેસની કેન્દ્રીય સત્તામાં વાપસી થઈ, તો ૧ ઓક્ટોબર ૧૯૯૩ના રોજ મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે બે ચૂંટણી કમિશ્નર નિયુક્ત કરીને ચૂંટણી પંચને ત્રણ સદસ્યોનું બનાવી દેવાયું. કદાચ બહુસદસ્ય ચૂંટણી પંચ બાદની સરકારોને પણ યોગ્ય લાગ્યું, તેથી આ વ્યવસ્થા આજ સુધી ચાલુ છે.

    જ્ઞાનેશકુમારને મુખ્ય ચૂંટણી કમિશ્નર બનાવવા પર સર્વોચ્ચ અદાલતમાં પડતર સુનાવણી ઉપરાંત, સરકાર સાથે તેમન નિકટતાને કારણે પણ સવાલ ઉઠાવાઈ રહ્યા છે. ચૂંટણી કમિશ્નર સુખબીર સિંહ સંધુ પર પણ ઉત્તરાખંડ કેડરને કારણે સવાલ ઉઠાવવામાં આવે છે, તો હવે નિયુક્ત બીજા ચૂંટણી કમિશ્નર વિવેક જોશીને પણ સરકારના વિશ્વાસુ માનવામાં આવે છે. જોકે એક દિલચસ્પ આકલન એ પણ છે કે ૨૦૨૯માં થનારી આગામી લોકસભા ચૂંટણી સમયે વિવેક જોશી મુખ્ય ચૂંટણી કમિશ્નર હશે, કારણ કે જ્ઞાનેશ કુમાર ૨૭ જાન્યુઆરી, ૨૦૨૯ના રોજ સેવાનિવૃત્ત થઈ જશે.આ જ પ્રકારની ગણનાને લઈને સવાલ ભારતીય જનતા પાર્ટીએ ત્યારે ઉઠાવ્યા હતા, જ્યારે ૨૦૦૫માં તત્કાલીન મનમોહન સિંહ સરકારે નવીન ચાવલાને ચૂંટણી કમિશ્નર બનાવ્યા હતા. નવીન ચાવલાના મુખ્ય ચૂંટણી કમિશ્નર કાળમાં જ ૨૦૦૯માં લોકસભા ચૂંટણીઓ થઈ. એમના પર, ખાસ કરીને તેમની પત્ની રુપિકાની કોંગ્રેસ સાથે નજદિકીને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. વધુ ભૂતકાળમાં જઈએ તો શેષનની નિવૃત્તિ બાદ ૧૯૯૬ થી ૨૦૦૧ સુધી મુખ્ય ચૂંટણી કમિશ્ન રહેલા મનોહર સિંહ ગિલને કોંગ્રેસે રાજ્યસભા સદસ્ય જ નહીં, બલ્કે મનમોહન સરકારમાં મંત્રી પણ બનાવ્યા હતા. દેખીતું છે, ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થામાં પોતાને અનુકૂળ વ્યક્તિઓની નિયુક્તિમાં સંકોચ કોઈપણ સત્તારૂઢ પક્ષે ક્યારેય નથી રાખ્યો, પરંતુ જ્યારે આ જ પક્ષ વિપક્ષની ભૂમિકામાં આવે છે તો તેને પંચની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાની ચિંતા સતાવવા લાગે છે.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…પગાર પંચની ભેટથી ૭૦ લાખ પેન્શનરોને ફાયદો થશે

    October 29, 2025
    ધાર્મિક

    જેનું મન સમતામાં સ્થિર છે તેને જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે

    October 28, 2025
    લેખ

    ભારતની બહુભાષી ડિજિટલ ક્રાંતિ-ભાષાકીય ડિજિટલ પુનરુજ્જીવન-માતૃભાષામાં ડિજિટલ અધિકારો

    October 28, 2025
    લેખ

    તંત્રી લેખ…એસઆઇઆરનો બીજો રાઉન્ડ, ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પસંદગી

    October 28, 2025
    લેખ

    વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

    October 28, 2025
    લેખ

    LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે

    October 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    યુદ્ધવિરામનો ભંગ, હમાસથી ગુસ્સે ભરાયેલા Israel ગાઝા પર બોમ્બમારો કર્યો; ૨૬ લોકોના મોત

    October 29, 2025

    વરસાદે પહેલી ટી ૨૦ ધોઈ નાખી, જેના કારણે ગિલ અને સૂર્યાની ઇનિંગ નિરર્થક રહી

    October 29, 2025

    Vivek Oberoi ‘રામાયણ’ ફિલ્મમાંથી પોતાની ૪,૦૦૦ કરોડ ફી દાનમાં આપી

    October 29, 2025

    Sonam Wangchuk case સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ અને જોધપુર જેલ પ્રશાસન પાસેથી જવાબ માંગ્યો

    October 29, 2025

    આપણા પોતાના હોય કે બીજા કોઈના, અમે ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દઈશું,Tejaswi Yadav

    October 29, 2025

    રોકડ બદલ નોકરી’ કૌભાંડમાં ૩૫ લાખ રૂપિયામાં સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી,ED

    October 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યુદ્ધવિરામનો ભંગ, હમાસથી ગુસ્સે ભરાયેલા Israel ગાઝા પર બોમ્બમારો કર્યો; ૨૬ લોકોના મોત

    October 29, 2025

    વરસાદે પહેલી ટી ૨૦ ધોઈ નાખી, જેના કારણે ગિલ અને સૂર્યાની ઇનિંગ નિરર્થક રહી

    October 29, 2025

    Vivek Oberoi ‘રામાયણ’ ફિલ્મમાંથી પોતાની ૪,૦૦૦ કરોડ ફી દાનમાં આપી

    October 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.