એક કવિએ કહ્યું છે કે આખી દુનિયા એક રંગમંચ છે અને તમામ રાજનીતિ અનિવાર્ય રૂપે એક લાઇવ ઓડિશન છે. જાહેર ક્ષેત્રમાં કરાતી બયાનબાજીનો ઉદ્દેશ્ય લોકોનું ધ્યાન અને વફાદારી મેળવવાનો છે. નેતા પાર્ટીની અંદર અને/અથવા સંવેદનશીલ અનુયાયીઓ માટે પોતાની ભૂમિકા ખાતર નિવેદન આપે છે. પાર્ટીઓ ચૂંટણી બજારમાં વ્યાપક હિસ્ેદારી માટે પટકથાઓ લખે છે. પરિસીમનની પ્રક્રિયાને લઈને થઈ રહેલ ચર્ચા આ જ પેટર્નને દર્શાવે છે. આ મુદ્દો સમાવેશન અને લોકોના પ્રતિનિધિત્વનો છે, પરંતુ પરિદૃશ્યમાં જે તસવીરો દેખાઈ રહી છે તે એકપક્ષીય, પક્ષપાતી ઉત્તર-દક્ષિણ વિભાજનને દર્શાવે છે અને મતદારો માત્ર રાષ્ટ્રવાદ અને અલગતાવાદના દ્વિઆધારી તર્કો વચ્ચે ગૂંચવાયેલા રહે છે. પરિસીમન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જનસંખ્યાના આદર્શ અનુપાતને દર્શાવવા માટે ચૂંટણી ક્ષેત્રોને ફરીથી પરિભાષિત અને પુનર્ગઠિત કરવાની પ્રક્રિયા છે.
ભારતની શાસન સંરચના (સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક નિગમોમાં પ્રતિનિધિઓની સંખ્યા) ૧૯૭૧ની જનગણનાના આંકડા સાથે સ્થિર કરી દેવાઈ છે અને ૨૦૨૬માં નવીન જનગણનાના આધારે તેની સમીક્ષા કરવામાં આવશે. હાલમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નિમંત્રણ પર મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓએ નિષ્પક્ષ પ્રતિનિધિત્વ માટે એક સંયુક્ત કાર્યવાહી સમિતિ બનાવવા માટે ચેન્નઇમાં બેઠક કરી. ૧.૪ અબજની વર્તમાન આબાદીને જોતાં અનુમાન છે કે પરિસીમનતી લોકસભામાં સીટોની સંખ્યા ૭૫૩ સુધી પહોંચી જશે, જેમાં ઉત્તર પ્રદેશમાં સીટોની સંખ્યા ૮૦થી વધીને ૧૪૩ અને બિહારમાં ૪૦થી વધીને ૭૯ થઈ જશે. ડર એ છે કે વધારે આબાદીવાળા ‘ઉત્તર’ને લાભ મળશે, અને જનસંખ્યા નિયંત્રણમાં સફળતા મેળવનારા ‘દક્ષિણ’ને નુક્સાન જશે. આ ચિંતાઓ પાછળ રાષ્ટ્રીય શક્તિ માળખામાં સંખ્યા ઓછી હોવાનો ડર છે. આ દરમ્યાન આ લોકતંત્રમાં સંપ્રભુ (મતદારો) મૂકદર્શક બની ગયા છે. સવાલ એ છે કે શું ભારતને વધારે સાંસદોની જરૂર છે? વધારે સાંસદોને કારણે બહેતર પ્રતિનિધિત્વ અને બહેતર પરિણામ મળે છે, તેની તપાસ પણ કરવી જોઇએ. તેલંગણાના મલ્કાજગિરીમાં સૌથી વધુ મતદારો છે (લગભગ ૩૦ લાખ), અહીં પ્રતિ વ્યક્તિ આવક ૨.૯૫ લાખ રૂપિયા છે, જે રાષ્ટ્રીય સરેરાશથી ઘણી ઓછી છે. તેની તુલના કોઇપણ મોટા રાજ્યમાં બહેતર જનસંખ્યા-સાંસદ અનુપાતવાળા ચૂંટણી ક્ષેત્ર સાથે કરીએ. સ્પષ્ટ છે કે સમૃદ્ઘિનો વાયદો રાજ્યમાં શાસનની ગુણવત્તા પર નિર્ભર કરે છે. બંધારણની અનુસૂચિ સાતમાં શાસનની સંરચના જુઓ, તો નાગરિકો સાથે સંબંધ રાખનાર દરેક મુદ્દો ઘણી હદ સુધી રાજ્ય સરકારોને આધીન છે. સર્વાધિક ફાળવણીવાળા સૌથી મોટા મંત્રાલય તમામ રાજ્યના વિષય છે.
સ્વર્ગીય એનટી રામારાવના શબ્દોમાં કહીએ તો – દેશના દરેક ઇંચ રાજ્ય દ્વારા પ્રશાસિત છે અને કેન્દ્ર એક વૈચારિક અમૂર્ત સંસ્થા છે. એવામાં સવાલ એ છે કે આ પ્રતિનિધિત્વ સંસદમાં થવું જોઇએ કે રાજ્યોમાં. સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા, વીજળી અને પાણી જેવી બુનિયાદી સેવાઓ આપવાની શક્તિ રાજ્યો પાસે છે. હવે જરા સાર્વજનિક વ્યયના પરિદૃશ્ય પર વિચાર કરીએ. વર્ષ ૨૦૨૩-૨૪માં, રાજ્ય સરકારોએ ૫૭ લાખ કરોડ રૂપિયા અને કેન્દ્રએ ૪૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ભૂમિ અને શ્રમ સુધાર (રોજગાર સર્જન માટે મહત્ત્વપૂર્ણ) રાજ્ય સરકારો પાસે પડતર છે. ૬૯,૨૩૩ અનુપાલન ઉદ્યમોનો બોજ રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં છે. એકાત્મક અને સંઘીય પ્રણાલીઓના વૈશ્વિક અનુભવની વાત કરીએ, તો અમેરિકી પ્રતિનિધિ સભા એક સદીથી પણ વધારે સમયથી ૪૩૫ સદસ્યો પર સ્થિર છે. ફ્રાન્સમાં સાંસદોની સંખ્યા ૧૯૮૬થી ૫૭૭ રહી છે. બ્રિટનની સંસદમાં ૧૭૯૬માં ૬૫૮ સાંસદ હતા અને ૧૯૮૦ના દાયકાથી ૬૫૦ સીટો છે. પ્રતિનિધિત્વ અને બહેતર પરિણામ વચ્ચેનો સંબંધ બહુ ઓછો રૈખિક છે.