Prabhas Patan,તા.18
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આપેલી સૂચનાને પગલે પ્રભાસ પાટણ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભાલપરા રેલવે પાટા પાસે બાવળિયાની કાટમાં દારૂની મેહૈફીલ માણતા હોવાની મળેલી બાતમીના આધારે પીઆઇ એમ બી પટેલ સહિતના તાફે દરોડો પાળીયો હતો. બરોડા દરમિયાન દારૂની મેફીલ માણતા રમેશ ધનજી ,મોહન કાનજી, કિશોર ચુનીલાલ ,સુનિલ કાલિદાસ, પ્રતાપ ચુનીલાલ, હરેશ ગણેશભાઈ, પ્રવીણ હરિલાલ અને ગોપાલ પ્રેમજીભાઈ ની અટકાયત કરી દારૂની ખાલી અને ભરેલી બોટલો સોડાની બોટલો કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે