Morbi,તા.29
મોરબી શહેરના ગાંધી ચોક, માર્કેટિંગ યાર્ડ અને રેલ્વે કોલોનીમાં ત્રણ સ્થળે જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગાંધી ચોકમાં રેડ કરી જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા હુસેન મહમદ ભટ્ટી, સુલતાન દિલાવર મોવર અને આશીફ યુસુફ કચ્છી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૭૬૯૦ જપ્ત કરી છે બીજી રેડમાં માર્કેટિંગ યાર્ડમાં શાક માર્કેટ વિભાગમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા નરોતમ રીશાલસિંગ રાજપૂત અને વિવેક રાજેન્દ્ર કશ્યપને ઝડપી લઈને રોકડ રૂ ૪૬૦૦ જપ્ત કરી છે ત્રીજી રેડ રેલ્વે કોલોનીમાં કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ગોપાલ બાબુભાઈ રાવા, કિશન રામજીભાઈ ગરીયા અને કાના ભૂપત ઠુંગાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૮૦૦ જપ્ત કરી છે