Jamnagar તા.24
જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં પોલીસે જુગાર સંબંધિત દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલાં છ મહિલા સહિત આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. પોલીસે 12,760 ની રોકડ રકમ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના જડેસ્વર પાર્ક મેઇન ચોક રામાપીરના મંદિર ની સામે વ્રુંદાવન -1મા જાહેરમાં જુગાર રમી રહેલાં નીતાબા ભરતસિંહ પીંગળ (રહે.રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી -02 મારવાડા વાસ જામનગર), સુનીતાબેન જિતેન્દ્રભાઇ નાગપાલ (રહે.પટેલ પાર્ક શેરી નં 11 બ્લોક નં 41 રણજીતસાગર રોડ જામનગર), આશાબેન યોગેશભાઇ મેવાડા (રહે.ગુલાબનગર મોહનનગર આવાસ બિલ્ડીંગ નં 09 રુમ નં 601 જામનગર), પુષ્પાબેન મનીષભાઇ ચાવડા (રહે.નાગરા ચકલો લાલા મહેતા ની શેરી હવાઇ ચોક જામનગર), શાંતાબેન પરષોતમભાઇ શેઠીયા (રહે.દિગ્વિજય પ્લોટ 64 જોલી બંગ્લા જમ ડાડાના મંદીર પાસે જામનગર), મિનાબેન વલીદાસ સોલંકી (રહે.ગુલાબનગર મોહનનગર આવાસ બિલ્ડીંગ નં.7 રુમ નં 707 જામનગર), અંકિત વલીદાસ સોલંકી (ઉ.વ.22, રહે.ગુલાબનગર મોહનનગર આવાસ બિલ્ડીંગ નં.7 રુમ નં 707 જામનગર), બલવીરસિંહ દિલીપસિંહ ગોહિલ (ઉ.વ.35, રહે જડેસ્વર પાર્ક વ્રુંદાવન 1 જડેસવર માહાદેવા ના મંદીર ની સામે જામનગર) નામના છ મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તમામ પાસેથી રૂા.12760 ની રોકડ રકમ કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

