Morbi,તા.27
શહેરના આલાપ રોડ પરના ફ્લેટમાં જુગાર રમતા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતના આઠ આરોપીને ઝડપી લઈને એલસીબી ટીમે રોકડ રૂ ૮૫,૯૦૦ જપ્ત કરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ભાવેશ પ્રવીણ કાસુન્દ્રા તેના આલાપ રોડ પર કર્મયોગી સોસાયટીમાં સિલ્વરગૂડ એપાર્ટમેન્ટના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવે છે જેથી ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા ભાવેશ પ્રવીણ કાસુન્દ્રા, મૌલિક પ્રદીપ વિરમગામા, હસમુખ રણછોડ વરમોરા, લીલાબેન આનંદભાઈ મહાલીયા, હંસાબેન કિશોરભાઈ ગૌસ્વામી, વીણાબેન જયંતીભાઈ મેરજા, દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની (મહિલા કોંગ્રેસ પ્રમુખ) અને મનીષાબેન ચંદુભાઈ માકડીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૮૫,૯૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે