Morbi,તા.26
મોરબીના કબીર આશ્રમ પાસે જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૬,૧૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે મોરબીના વાવડી રોડ પર શ્રી હરિ પાર્કમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા અલ્ફાજ અલ્તાફ કુરેશી, રમીલાબેન રમેશભાઈ પંચાસરીયા, સમાબેન સફીભાઇ જિંદાણીસ, ભાવનાબા ભરતસિંહ જાડેજા, રંજનબા ભરતસિંહ જાડેજા, મીનાબેન કાનજીભાઈ ખટાણા, પુજાબેન લાભુભાઈ ઠાકુર અને કલ્પનાબેન અંબારામભાઈ ગોપાણી એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે