Junagadh તા.18
માંગરોળ રહેતા યુવાનના એકટીવા મો.સા.ને અજાણ્યા કાર ચાલકે હડફેટે લઈ લેતા એકટીવા ચાલકનું મોત નોંધાયુ હતું. માંગરોળ ખાતે કેશોદ બાયપાસ રોડ શેરી નં.2 ભકિતનગર સોસાયટીમાં રહેતા બાબુભાઈ જીવાભાઈ ચાંડેગરા (ઉ.78) ગત તા.14/9ની સાંજે 5 કલાકે પોતાના એકટીવા મો.સા. નં. જીજે 11 સીઆર 7323માં ઘરે જતા હતા ત્યારે પોરબંદર રોડ પર સાંઈબાબા મંદિર પાસે પહોંચતા અજાણ્યા કાર ચાલકે એકટીવાને હડફેટે લઈ લેતા બાબુભાઈ જીવાભાઈને માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
અકસ્માત સર્જીને કાર ચાલક કાર સાથે ભાગી છુટયો હતો. આ અંગે માંગરોળ પોલીસમાં ચેતનભાઈ જેન્તીભાઈ ચાંડેગરાએ ફરીયાદ નોંધાવતા માંગરોળ પોલીસ પો.સ.ઈ. વી.એમ. પરમારે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં રાજસ્થાનના બાસવાડા જીલ્લાના આનંદપુરી તાલુકાના તોરડી ગામના રહીશ હાલ વિસાવદરના મોણીયા ગામે રહેતા પોપટલાલ હીરાલાલ ડામોર આદીવાસી (ઉ.30) ગઈકાલે બપોરના 2-45 કલાકે પોતાના હવાલા વાળા ટ્રેકટર લઈને બગસરાથી વિસાવદર આવતા હોય ત્યારે જાંબુડા ગામ પાસે ટ્રેકટર પલ્ટી મારી જતા યુવાન પોપટલાલ હીરાલાલ ડામોરને ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું. વિસાવદર પીએસઆઈ આર.ડી. રોહીતે તપાસ હાથ ધરી છે.