Junagadh તા.11
કેશોદના બામણાસા ઘેડના વૃધ્ધના મોટર સાયકલને હડફેટે લઈ લેતા કાર ચાલક સામે નાનાભાઈએ ફરીયાદ નોંધાવી છે. માથામાં ગંભીર ઈજા થતા વૃધ્ધનું મોત થવા પામ્યું હતું.
ફરીયાદી હમીરભાઈ અરજણભાઈ કરંગીયા (ઉ.60)ના મોટાભાઈ વરજાંગભાઈ અરજણભાઈ કરંગીયા (ઉ.75) રે. બામણાસા ઘેડ વાળા ગત તા.8-9-25ના તેમના મોટર સાયકલ નં. જીજે 11 એએમ 3939માં જતા હતા.
ત્યારે કોયલાણા ગામના નેશનલ હાઈવે પર આવી રહેલ ફોર વીલ કાર નં. જીજે 11 સીએલ 5825ના ચાલકે મોટર સાયકલને હડફેટે લઈ લેતા વરજાંગભાઈ અરજણભાઈ કરંગીયા (ઉ.75)ને માથામાં ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ કેમરીજ સ્કુલ પાસેના યમુના પાર્ક સોસાયટીમાં રહેતા અને નાસ્તા પાણીની રેકડી ચલાવતા યુવાન સાહિલભાઈ હનીફભાઈ ગોરે (ઉ.25) ગત તા.9-9ની રાત્રીના 9-30 કલાકે મજેવડી દરવાજા ઓનેસ્ટ ફાસ્ટ ફૂડની રેકડી રાખીને ઉભા હતા ત્યારે આરોપીઓ સુફીયાના સીડા, સાહિદ જુણેજા, દાનીશ મકરાણી અને રૈયાન પરમાર બે મો.સા.માં આવીને કહેલ કે અહીં તને ઉભવા નહી દઈએ તેમ કહી ભુંડી ગાળો પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
માણાવદર ભકિતનગર રામાપીરના મંદિર પાસે આંબાવાડીમાં રહેતા વિધર્મીની 16 વર્ષની સગીર દીકરીને માણાવદર વાદીવાસમાં રહેતો વિશાલ રમેશભાઈ સાપડીયા ગત તા.9-9ના સવારે લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયાની સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવતા પીઆઈ ડી.આર. પારગીએ તપાસ હાથ ધરી છે.