Morbi,તા.31
ટંકારા તાલુકાના લજાઈ ગામે પ્લોટમાં મોબાઈલ ટાવર ઉભો કરવા બાબતે ચાર ઇસમોએ વૃદ્ધ દંપતીને માર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
લજાઈ ગામના આલાભાઈ દલાભાઈ ચાવડા (ઉ.વ.૬૮) નામના વૃદ્ધે આરોપીઓ દિનેશ ભલાભાઈ સારેસા, ભલાભાઈ ગેલાભાઈ સારેસા, રતનબેન ભલાભાઈ સારેસા અને શારદાબેન દિનેશભાઈ સારેસા રહે બધા લજાઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા પ્રેમજી આલાભાઇના માલિકીનો લજાઈ ગામમાં ધોબીઘાટ પાસે પ્લોટ આવેલ છે જેમાં માસિક રૂ ૧૨,૫૦૦ ભાડા પર ઇન્ડસ ટાવર્સ કંપની લીમીટેડને મોબાઈલ ટાવર ઉભો કરવાનો હતો અને પ્લોટ બાજુમાં આરોપી દિનેશ અને ભલાભાઈનો પ્લોટ હોય જેને વાત ગમતી ના હતી જેથી દિનેશ, ભલાભાઈ, અજયભાઈ, રમેશભાઈ, રતનબેન અને શારદાબેન પોતાના ઘર પાસે ભેગા થયા હતા અને આરોપી રતનબેન અને શારદાબેન ફરિયાદી આલાભાઇ અને પત્ની જયાબેનને ગાળો આપી તેમજ દિનેશ અને ભલાભાઈ ધારિયું અને ધોકા લઈને આવી ટાવરનં કામ અમે કરવા દેશું નહિ અહિયાંથી જતા રહો ધોકા અને ધારિયા વડે મારી જગ્યામાં દાટી દેશું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે