Amreli,તા.18
અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલાં ઢૂંઢિયા પીપળીયા ગામે રાત્રી ના રોજ લૂંટ ના ઇરાદે 70 વર્ષીય વૃદ્ધ દંપતી ની હત્યાની જાણ ગ્રામ જનોને બીજા દિવસે બપોરે બાદ થતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી હતી અને ભય નો માહોલ સર્જાયો હતો. વડિયા પોલીસ ને આ બાબત ની જાણ થતા હત્યા પામનાર વૃદ્ધ દંપતી ચકુભાઇ બોઘાભાઈ રાખોલીયા અને તેમના પત્ની કુંવરબેન ચકુભાઇ રાખોલીયાના મૃતદેહ મેળવી અને હત્યા ના કારણો જાણવા અને હત્યારા સુધી પહોંચવા ઇન્ચાર્જ પીઆઇ ગાંગણા અને તેમની ટીમ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામા આવી હતી. આ ઘટનાની જાણ થતા ખેતી આધારિત ઢૂંઢિયા પીપળીયા ગામમાં સહીત સમગ્ર પંથક માં ભયનો માહોલ સર્જાયો હતો. લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ આ હત્યા માં મૃતક કુંવરબેન ના કાનનું એક સોનાનુ બુટી હત્યારા લઇ ગયેલા હોય તેથી લૂંટ ના ઇરાદે પર પ્રાંતિય મજૂરો દ્વારા હત્યા થઈ હોવાનુ શંકાઓ હાલ લોકોમાં ચર્ચાતી જોવા મળી રહી છે. જોકે પોલીસ હાલ તપાસ કરી રહી છે તે તપાસ ની કોઈ ચોક્કસ વિગતો બહાર આવી નથી. ત્યારે હત્યા ના ચોક્કસ કારણો પોલીસ તપાસ ના અંતે જ જાણી શકાય તેમ છે.