નાણાં ઉછીના લીધા બાદ ત્રણ માસમાં પરત આપી દેવા પ્રોમિસરી નોટ લખી કોરા ચેક આપ્યા’તા
Rajkot,તા.11
મવડીના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક રહેતા 65 વર્ષીય વૃદ્ધા સાથે રૂ. 6 લાખની ઠગાઈ આચરી લેવાયાનો બનાવ તાલુકા પોલીસના ચોપડે નોંધાયો છે. પરિચિત શખ્સના કહેવાથી હાથ ઉછીના આપેલા નાણાં પરત નહિ આપી ઠગાઈ કરવા મામલે વિમલ પુજારા વિરુદ્ધ ગુનો નોંધી તાલુકા પોલીસે ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
મવડી ના સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ લક્ષ્મણ ટાઉનશીપ બ્લોક નં-208માં રહેતા 65 વર્ષીય વૃદ્ધા કુસુમબેન ફ્રાન્સીસભાઇ ફર્નાનડીસએ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારૂ મહારાષ્ટ્ર ખાતે મકાન આવેલ જે મકાન રૂ.14 લાખમાં વેચાણ કરેલ હતું. જેના રૂપીયા અમારી પાસે પડેલ હોય અને અમારે રાજકોટ ખાતે મકાન ખરીદી કરવુ હોય જેથી અમારી બાજુમા રહેતા હરૂભા ગોવિદંજી ચૌહાણને વાતચીત કરેલ હતી. છ મહીના પહેલા હરૂભા ચૌહાણે વાત કરેલ કે હાલે મકાનમા રોકાણ કરવુ ન હોય તો મારા મીત્ર વિમલભાઇ પુજારાને રૂપીયાની જરૂરીયાત છે અને હુ તેમને ઓળખુ છુ, તે બે ત્રણ મહીનામા રૂપીયા પરત આપી દેશે તેમ વાત કરેલ હતી.
ત્યારબાદ ગત તા. ૧૮/૧૦/૨૦૨૩ ના રોજ મે અમારી બાજુમા રહેતા હરૂભા ચૌહાણ હસ્તક તેના મીત્ર વિમલભાઈ પુજારાને રૂ. 6 લાખ રોકડા હાથ ઉછીના આપેલ હતા અને તે જ દિવસે જયુબેલી ચોક ખાતે વકીલ મારફતે હરૂભા ચૌહાણની હાજરીમા વિમલભાઇએ સ્ટેમ્પ પેપર નોટરાઇઝ લખાણ કરી રૂ. 6 લાખજેથી થોડા દીવસ બાદ વિમલભાઈ પાસે રૂપીયા માંગતા મને જણાવેલ કે મે તમને અગાઉ ચેક આપેલ છે જે તમે બેંકમા વટાવતા નહી. હુ તમને હાલ રૂ.50 હજારનો ચેક લખી આપેલ હતો. ત્યારબાદ ચેક બેંકમાં વટાવતા ચેક બાઉન્સ થયો હતો. જે અંગે જાણ કરતા હવે પૈસા દેવાના થતાં નથી તેમ કહી ઉડાઉ જવાબ આપતાં અંતે વૃદ્ધાએ તાલુકા પોલીસ મથકમાં વિમલ ભીમજીભાઈ પુજારા(રહે.લક્ષમણ ટાઉનશીપ, મવડી) વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.