ઉપરના રૂમમાં પૌત્રી કપડાં સુકવવા માટે જતા દાદાને લટકતી હાલતમાં જોઇ જતા પરિવાર સ્તબ્ધ
Rajkot,તા.13
શહેરના મવડી પ્લોટ શેરી નંબર ચારમાં રહેતા વૃદ્ધે પેટની બીમારીથી કંટાળી જઈ ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. વધુ વિગત
મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ શેરી નંબર 4 માં રહેતા સંજુબા વિસુભા ગોહિલ (ઉ.વ 63) નામના વૃદ્ધે ગઈકાલ સમી સાંજના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ કરાતા 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. બનાવને લઇ માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ હર્ષદભાઈ પરમાર તથા સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ 10 વર્ષથી નિવૃત્તિનું જીવન પ્રસાર કરે છે તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાંથી એક પુત્ર અહીં તેમની સાથે રહે છે જ્યારે અન્ય પુત્ર ખીરસરામાં રહે છે. પુત્ર અને તેનો પરિવાર નીચેના માળે જ્યારે વૃદ્ધ અને તેમના પત્ની ઉપરના માળે રૂમમાં રહે છે. વૃદ્ધની પૌત્રી અહીં કપડાં સૂકવવા માટે આવતા દાદાને લટકતી હાલતમાં જોઈ તુરંત પિતાને જાણ કરી હતી. વૃધ્ધને છેલ્લા ઘણા સમયથી પેટના દુ:ખાવાની બીમારી હોય તેનાથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ માલવીયાનગર પોલીસ ચલાવી રહી છે.
મવડી સ્મશાન પાસે અજાણ્યા યુવાનની લાશ મળી
મવડી સ્મશાન નજીક કલ્પેશ સાગઠીયા ચોક પાસે લીમડાના ઝાડ નીચે ગઈકાલ સાંજના અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જે અંગેની જાણ થતા તાલુકા પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે યુવાનની ઓળખ મેળવવા માટે તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ભોજભાઈ મોભ ચલાવી રહ્યા છે.
લોઠડામાં શ્રમિક માટે ગ્રાઇન્ડીંગ ઓઇલનો ઘૂંટડો જીવલેણ બન્યો
રાજકોટની ભાગોળે આવેલા લોઠડામાં ગામે આવેલી એ, કે બોલસા એન્ડો રોબેસા, પ્રાઇવેટ લિમિટેડ માં કામ કરતા વોસતકી કિયાસુદીન મન્સૂરી ગઈકાલે મશીનના ચેમ્બરમાંથી ગ્રાઇન્ડીંગ ઓઇલ કાઢતી વખતે પાઇપથી ઓઇલ ખેંચતા ઓઇલનો ઘૂંટડો પી જતા દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે