જીવનથી કંટાળી વૃદ્ધા એ ઝેરી ટીકડા ખાય જીવન ટૂંક આવી લીધું
Rajkot,તા.23
રાજકોટ ગાંધીગ્રામ બે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ કાલાવડ રોડહાઉસિંગ બોર્ડ ક્વાર્ટર માં રહેતા વૃદ્ધાએ બીમારી અને ચાલવાની અસમર્થતા થી વાજ આવીને જે રીતે લખાય જીવા દોરી સકેલી લીધા નો બનાવ નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર એજી સોસાયટી હાઉસિંગ બોર્ડ પાટણ માં રહેતા કાંતાબેન નટવરલાલ માંડવીયા ૬૫ એ ગઈકાલે ૨૨ મી ના રોજ બપોરે ૧૨/૩૦ ના સુમારે ઘેર જ પરિવારજનોની નજર ચૂકવી ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા પરિવારજનોએ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બપોરે ૧૬/૪૦ કલાકે તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા,
આત્મહત્યાના બનાવ ની પ્રાથમિક તપાસમાં મળેલા તારણ મુજબ કાંતાબેન માંડવીયા ને વાની બીમારી હોય અસહ્ય દુખાવા ની સાથે સાથે તે પગે ચાલી ન શકતા હોવા ની મુશ્કેલીથી પીડાતા હતા પગ ચાલતા ન હોવાથી અસમર્થતા ની લાગણી થી પીડાતા હતા અને વારંવાર જીવનથી કંટાળી ગયા હોવાનું રટણ કરતા હતા અને તેમણે ગઈકાલે અંતિમ પગલું ભરી લીધું હતું આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એ,એસ,આઇ જયસિંહ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે
વૃદ્ધાવસ્થા, વ્યસન અને બેકારીથી કંટાળી વૃદ્ધનો આપધાત
બે દીકરાના પિતાને પરવશતા “આકરી” લાગતા જીવા દોરી શકેલી વિધિ..
શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ શહેરના ટાગોર નજીક ગોડાઉન રોડ કલ્યાણ સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યસન બેકારી અને કામ ધંધા વગર કંટાળી ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું,
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કલ્યાણ સોસાયટી શેરી નંબર એક માં રહેતા લક્ષ્મણભાઈ ડાયાભાઈ મોતરીયા ૫૬ એ ગઈકાલે સાંજે પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ લેતા પરિવારજનો એ 108 ને બોલાવતા તબીબોએ તપાસી લક્ષ્મણ ભાઈને મૃત જાહેર કર્યા હતા, પ્રાથમિક તપાસમાં લક્ષ્મણભાઈ ને દારૂ પીવાની ટેવ હોય, કંઈ કામ ધંધો ન હોય, કંટાળીને આ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે લક્ષ્મણભાઈ ને બે દીકરા સહિતનો પરિવાર હોય આ પગલાં થી પરિવાર અવાચક બની ગયું હતું આ અંગેની તપાસ એ રિવિઝન પીએસઆઇ એચ એન જેઠવા ચલાવી રહ્યા છે..
રાજકોટમાં નિરાધાર વૃદ્ધનો ફાંસો ખાઈ આત્મહત્યા
વૃદ્ધ છેલ્લા કેટલાક સમયથી બીમાર અને થોડું ચાલે ત્યાં થાકી જતાં તા, ભર્યું પગલું:વાલી વારસ ની તલાશ
શહેરના બાપા સીતારામ ચોક જાનકી પાન પાસે કબીર ફ્લેટ પાછળના ભાગે ગઈકાલ સાંજે અજાણ્યા દિક્ષુક જેવા નિરાધાર પુરુષે ગળે ફાંસો ખાઈ લેતા પોલીસે વાલી વારસ ની શોધ ખોળ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બાપા સીતારામ ચોક જાનકી પાન પાસે કબીર ફ્લેટ પાછળના ભાગમાં અજાણ્યા ભિક્ષુક એ ગળે ફાંસો ખાઈ લીધો હતો, કાલે સાંજના સુમારે કુબેર કોમ્પ્લેક્સ આસપાસ છેલ્લા કેટલાક સમયથી નિરાધાર અવસ્થામાં રહેતા વૃદ્ધ એ ગળે ફાંસો ખાઈ લેતા પોલીસે તેની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે, આ અંગે પી એસ આઈ એમ એસ પારગી ના માર્ગ દર્શન હેઠળ એએસઆઈ કિરીટ રામાવત એ હાથ ધરેલી તપાસમાં ગળે ફાંસો ખાઈ લેનાર વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી કુબેર કોમ્પલેક્ષ આસપાસ નિરાધાર જીવન જીવતા હતા ને આસપાસના લોકો તેમને ભોજન અને સાત્વના આપી સાચવતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધ બીમાર હતા થોડું ચાલે ત્યાં થાકી જાય અને બેસી જતા, બીમારી અને નિરાધાર અવસ્થાથી કંટાળી તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું તારણ મળ્યું છે, પોલીસે વૃદ્ધની ઓળખ માટે તજવીજ હાથ ધરી કોઈને વૃદ્ધની ઓળખ મળે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સંપર્ક કરવા જણાવ્યું છે