૩૦વર્ષ પહેલા પત્ની ના અવસાન બાદ છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધ એકલતા થી કંટાળી ગયા ..તા
Rajkot,તા.05
શહેરમાં આપઘાતના વધતા જતા બનાવવામાં ગઈકાલે 80 વર્ષના વૃદ્ધે એકલતાથી કંટાળી ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લેતા મોત નીપજ્યું હતું.
અંગે પ્રાપ્ત વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ માલધારી સોસાયટી મેઇન રોડ ગ્રીનલેંડ ચોકડી પાસે રહેતા દેવાયતભાઈ રાણાભાઇ સિંધવ ૮૦ તે ગઈકાલે ત્રણેક વાગે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના જેરી ટી કડા ખાઈ લેતા બેભાન થઈને ઢળી પડ્યા હતા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઈમરજન્સી વર્ડમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. દેવાયતભાઈ ના પત્ની ૩૦ વર્ષ પહેલા ગુજરી ગયા હોય, સંતાન માં બે પુત્ર ધરાવતા દેવાયતભાઈ એ વૃદ્ધ અવસ્થાથી કંટાળો ભોગવતા હતા અને આ કારણે તેમણે પગલું ભરી લીધું હોવાનું ડી ડિવિઝન પોલીસના એએસઆઈ કુલદીપસિંહ ગોહિલ ની તપાસમાં સામે આવ્યું છે