Morbi,તા.27
સાવરકુંડલા તાલુકાના વતની ૫૯ વર્ષીય વૃદ્ધ વાંકાનેર નજીક ફેકટરીમાં કામ કરતી વખતે ઉંચાઈથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
સાવરકુંડલા મહુવા રોડના રહેવાસી ભીમાભાઇ શીવાભાઈ સોલંકી (ઉ.વ.૫૯) નામના વૃદ્ધ વાંકાનેર તાલુકાનાપર રોડ પર સેન્સો સિરામિક કારખાનામાં સિમેન્ટના પતરાનું કામ કરતી વખતે ૨૦ થી ૩૦ ફૂટ ઉંચાઈથી પડી જતા ગંભીર ઈજા પહોચી હતી જેથી સારવાર માટે મોરબી ખસેડાયા હતા જ્યાં સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

