Morbi,તા.05
મેસરિયા ગામમાં ૬૮ વર્ષના વૃદ્ધ સીડી ઉપર ચડી છત પર બાવળની ઝાડી મુકવા જતા ધાબા પરથી નીચે ફળિયામાં પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું મોત થયું હતું
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના રહેવાસી મામૈયાભાઈ રામભાઈ ખાંભલા (ઉ.વ.૬૮) નામના વૃદ્ધ પોતાના મકાન આગળ ફળિયામાં ધાબુ બનાવ્યું હોય જેમાં છોકરા દોડતા હતા જેથી મકાનની સીડી પર ચડી છત પર બાવળનું ઝાડી મુકવા જતા હતા ત્યારે ધાબા પરથી નીચે ફળિયામાં પડતા માથાના ભાગે અને પગમાં ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા અને સારવારમાં વૃદ્ધનું મૃત્યુ થયું છે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે