Morbi,તા.12
સાયબર ફ્રોડ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી
વાંકાનેરના જાલી ગામના ૭૦ વર્ષીય વૃદ્ધને મોબાઈલમાં વોટ્સએપમાં આવેલ લીંક ખોલી ઓપન કર્યા બાદ બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેકશન મારફત રૂપિયા ૭૭ હજારથી વધુ ઉપાડી અજાણ્યા ગઠીયાએ સાયબર ફ્રોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
જાલી ગામની સીમમાં રહેતા હૈદરઅલી આહમદ કટિયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૩-૨૦૨૫ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે રાત્રીના મોબાઈલમાં ટેક્ષ મેસેજ આવતા મેસેજ ખોલીને જોતા વાંકાનેર બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટ નંબરમાંથી ૪૮,૮૦૮ અને ૨૮,૯૨૦ એમ કુલ રૂ ૭૭,૭૨૮ ઉપડી ગયાનો મેસેજ હતો વૃદ્ધ ચાર પાંચ દિવસ પૂર્વે જાલી ગામમાં સંબંધીના ઘરે હતા ત્યારે વોટ્સએપમાંથી એક લીંક આવી હતી જે લીંક ઓપન કરી હતી જેના કારણે પૈસા ઉપડી ગયાનું ફરિયાદીનું માનવું છે તમે પણ જણાવ્યું છે યુપીઈ મારફત રૂ ૭૭,૭૨૮ ની રકમ ઉપડી ગયાની વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે