Morbi,તા.27
સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના જુના ઘૂટું રોડ પર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચાવડા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૨૪ ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં વૃદ્ધે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું
ભાટિયા સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેવાસી રમેશચંદ્ર મણીલાલ કારીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે ગત તા. ૨૬ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે