Bhavnagar તા.3
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે પોતાના ઘરે સુતી વૃદ્ધાનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી કાનમાં પહેરેલ સોનાની કડીઓની લૂંટ ચલાવી આરોપી નાસી છૂટ્યો હતો.
હત્યા અને લૂંટના આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા તાલુકાના કોંજળી ગામે રહેતા ઉજીબેન વલ્લભ ભાઈ પ્રજાપતિ ઉં. વ.85 પોતાના ઘરે ઓસરીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ એ આવી ઉજીબેનનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી બેને કાનમાં પહેરેલ સોનાની કડી નંગ 6 તથા કાનમાં પડેલ સોનાની ટોટી નંગ 2ની લૂંટ ચલાવી નાખી છૂટ્યા હતા.
બનાવની જાણ થતા જ મહુવા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પૌત્ર વિજયભાઈ વાળાએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

