Junagadh,તા.3
જુનાગઢ તાબેના ખડીયા ગામના વૃધ્ધને મકાન લેવડાવી દેવાની લાલચ આપી કટકે કટકે રૂા.3.25 લાખ લઈ લીધા બાદ ન મકાન અપાવ્યું કે ન નાણા પરત આપતા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જુનાગઢ તાલુકાના ખડીયા ગામે રહેતા દેવાભાઈ વજસીભાઈ મકવાણા (ઉ.62)ને આરોપીઓ હનીફ સમા રે. જેતપુર નવાગઢ, હાજીબાપુ રે. ગોંડલ, ઈબ્રાહીમ બાપુ રે. ગોંડલ અને સલીમ હાજી બાપુ રે. જેતપુર વાળાઓએ ગત તા.11-9-25થી આજદિન સુધીમાં મકાન લેવડાવી દેવાની લાલચ આપી તેમના ભોળપણાનો લાભ ઉઠાવી કટકે કટકે રૂા.3.25 લાખની રકમ લઈ લીધા બાદ ન મકાન અપાવ્યું કે ન રકમ પરત આપતા ગઈકાલે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ જે.એ. ટાંકે તપાસ હાથ ધરી છે.

