Bhavnagar,તા.7
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે સવારે ક.પરાવિસ્તારમાં રહેતા વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાસી છૂટ્યા હતા. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ખુન આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલીયા પરા રૂખડીયા હનુમાન મંદિર નજીક રહેતા છનાભાઈ ગોરધનભાઈ ગોહિલ ઉ.વ.62 આજે સવારે 8 વાગે શહેરના સુભાષનગર આવાસ યોજના નજીક થી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ એ છરી વડે તેના ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાસી છૂટ્યો હતો.
આ બનાવ ની જાણ થતા જ ઘોઘા રોડ પોલીસ નો સ્ટાફ, એલસીબી પોલીસ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. સવારે બનેલા આ બનાવથી લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.