Ahmedabad,તા.29
ચાંદલોડિયામાં રહેતા વૃદ્ધા તથા તેંમના પતિ તા.૪ માર્ચના રોજ રાજસ્થાન જવાનું હોવાથી ગીતા મંદિરથી બસમાં બેઠા હતા વૃદ્ધા બસમાં જગા ન હોવાથી કન્ડકટરની સીટ પાસે ઉભા હતા બસસ્ટેન્ડ પાસે ડ્રાઇવરે અચાનક બ્રેક મારી હતી જેથી દરવાજો ખુલી જતાં મહિલા રોડ ઉપર પટકાંતા બસનું ટાયર મહિલાના પગ ઉપર ફરી વળતાં ગંભીર ઇજાઓ થતાં વૃદ્ધાને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યારે બીજા બનાવમાં નવરંગપુરામાં રહેતા અને કેન્ટીગમાં નોકરી કરતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસ.ટી.બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ના રોજ યુવક પોતાના વતનથી બસમાં બેસીને અમદાવાદ આવ્યા બાદ રાતે ૯.૪૫ કલાકે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી ચાલતા જતા હતા. આ સમયે પાલડી બાજુથી આવતી એસટી બસ પૂર ઝડપે ચલાવી લાવીને ડ્રાઇવરે ટક્કર મારતાં બસના ટાયર નીચે યુવકના બન્ને પગ આવી ગયા હતા જેથી બન્ને પગે અને હાથની કોણી અને શરીરે ગંભીર ઇજાઓ થતાંં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પૂર્વ વિસ્તારમાં અક્સ્માત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. ગીતા મંદિર એસટી બસ સ્ટોપ ઉપર અકસ્માતના બે બનાવમાં વૃદ્ધા અને યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમા વૃદ્ધા બસમાં મુસાફરી કરતી હતી આ સમયે ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં દરવાજો ખુલ્લી ગયો હતો જેથી મહિલા જમીન પર પટકાતાંની સાથે જ પગ ઉપર બસનું ટાયર ફરી વળ્યું હતું. બીજા બનાવમાં યુવક ચાલતો પસાર થઇ રહ્યો હતો જ્યાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે પૂર ઝડપે આવી રહેલી બસની ટક્કરથી યુવકના બન્ને પગ ઉપરથી ટાયર ફરી વળતાં યુવક બન્ને પગે અને શરીરે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.