Junagadh તા.29
જુનાગઢના મધુરમ વિસ્તારમાં રાહદારી વૃધ્ધને અજાણ્યા મો.સા. ચાલકે હડફેટે લઈ લેતા મોત થયું હતું.
જુનાગઢ સી ડીવીઝન હદના મધુરમ મંગલધામ-3 નીધીનગરમાં રહેતા ફરીયાદી ભરતભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.53)ના પિતા મનસુખભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.75) રે. ગણેશનગર વાળા પગપાળા જઈ રહ્યા હતા.
ત્યારે મોતીબાગ જતા બાપા સીતારામ મઢુલીની પાસે કોઈ અજાણ્યા મો.સા. ચાલકે મનસુખભાઈને હડફેટે લઈ લેતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજયું હતું. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ ઈ. આર.એમ. વાળાએ તપાસ હાથ ધરી છે.
સગીરાનું અપહરણ
જુનાગઢ બી ડીવીઝન હદના ચોબારી રોડ પરના ચાંદ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતી ફરીયાદી મહિલાની 17 વર્ષ 11 માસ વાળી દિકરીને જુનાગઢ દોલતપરામાં રહેતો શકદાર સંજય ભૂપત એરડા રે. દોલતપરા વાળો લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસ ઈન્સ. જે.જે. પટેલએ તપાસ હાથ ધરી છે.

