Rajkot, તા.4
રૂખડીયાપરામાં નિવૃત વૃદ્ધ રેલવે કર્મીને ધક્કો મારી પછાડી હુમલો કરાયો હતો. જે અંગે મળતી વિગત મુજબ, યુનુસભાઇ મોહમ્મદભાઈ કુરેશી (ઉંમર વર્ષ 84, રહે. રૂખડીયાપરા કોલોની, નકળંગપરા, શેરી નંબર 3, સેન્ટ્રલ જેલની પાછળ રાજકોટ) ગઈકાલે સવારે 11 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા.
ત્યારે સામેવાળા રીનાબેને ઝઘડો કરીને ઢીંકા પાટોનો માર મારતા પ્રથમ રેલવે હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. યુનુસભાઇના પુત્ર જાવેદભાઈએ જણાવ્યું કે, અગાઉની પોલીસમાં થયેલી અરજીઓનો ખાર રાખી હુમલો કરાયો છે.
ખોટા કેસ કરવાની અગાઉ ધમકી પણ મળી હતી. આ મામલે સ્થાનિક પોલીસ બાદ અગાઉ સીપીને પણ રજુઆત થઈ હતી.