Morbi, તા.20
મોરબીમાં પતિ અને પુત્રવધુના ત્રાસથી વૃદ્ધાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એસીડ પી જતા વૃદ્ધાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. પરિવારજનોએ જણાવ્યું કે, ચંદ્રિકાબેન પરશુરામભાઈ રામાનુજ (ઉંમર વર્ષ 65, રહે. વાવડી રોડ, સંત કબીર આશ્રમની બાજુમાં, મોરબી) ગઈકાલે બપોરે 2 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે એસીડ પી જતા મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે.
તેઓના દીકરીએ આક્ષેપ કર્યો છે કે, ચંદ્રિકાબેનને તેના પતિ પરશુરામભાઈ અને પુત્રવધુ દિવ્યા કૌશિક રામાનુજ ઘરમાં અવાર નવાર ઝઘડો કરી માનસિક ત્રાસ આપતાં હોવાથી કંટાળીને એસીડ પીધું છે. હાલ ચંદ્રિકાબેન સારવાર હેઠળ છે.