Junagadh તા.12
જુનાગઢ દીપાંજલી-2 સોસાયટીમાં ઓમ કારેશ્વર મંદિર પાછળ રહેતા 62 વર્ષીય હંસાબેન ગીરીશચંદ્ર પટેલનો દિકરો વિદેશમાં રહે છે જયારે દિકરીના લગ્ન થઈ ગયા છે. નિવૃત જીવન જીવતા વૃધ્ધાને 29 ફેબ્રુઆરીના મોબાઈલ ફોનમાં કોઈ અજાણ્યા મોબાઈલ ફોન આવેલ હિન્દી ભાષીએ હિન્દીમાં વાત કરી હું ઈન્ડીયન બેંકમાંથી બોલુ છું તમારૂ બેંક એકાઉન્ટનું ઈ-કેવાયસી કરવાનું છે.
તેમ કહેતા વૃધ્ધા હંસાબેને કેવાયસી માટે મોબાઈલ લીંક કરવા લીંકમાં અજાણી એપ્લીકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. તેમની જાણ બહાર રૂપિયા ઉપાડવાના મેસેજ આવ્યા હતા. બેંકના કર્મીની ખોટી ઓળખ આપી ઈન્ડીયન બેંકનો કર્મી ન હોય છતા જણાવેલ કે ઘેર બેઠા ઈ-કેવાયસી થઈ જશે. પાસવર્ડ જાણ બહાર મેળવી કટકે કટકે 6,41,868 ઉપાડી લઈ છેતરપીંડી આચર્યાની વૃધ્ધા હંસાબેન ગીરીશચંદ્રએ જુનાગઢ રેન્જ સાઈબરમાં ફરીયાદ નોંધાવી છે.