Jamnagar તા ૨૧,
જામનગર નજીક સાચાણા અને દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ૭૦ વર્ષ ના એક બુઝુર્ગ મહિલાનો ભોગ લેવાયો છે, ઉપરાંત અન્ય એક અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોને ઈજા થઈ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક સચાણા વિસ્તારમાં બન્યો હતો. ત્યાંથી શાકભાજી લેવા માટે પગપાળા ચાલીને જઈ રહેલા કરીમાંબેન હુસેનભાઈ કકકલ નામના ૭૦ વર્ષના બુઝુર્ગ મહિલાને જી.જે. -૧૦ ડી.એમ ૨૫ ૭૪ નંબરના બાઇક ના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થયા પછી તેઓનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ઉંમરભાઈ હુસેનભાઈ કકકલે જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માત નો બીજો બનાવ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં બન્યો હતો ત્યાંથી બાઈક પર પસાર થઈ રહેલા અમિત અશોકભાઈ દામા તેમજ હિતેશ ભાઈ નામના અન્ય એક યુવાનને જી.જે. -૧૫ એ.ડી ૬૧૮૯ નંબરના કારના ચાલકે ઠોકરે ચડાવતાં બંનેને નાની મોટી ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જે મામલે કારચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે.