Rajkot,તા.23
શહેરના માલવીયા નગર પોલીસ મથકની હદમાં આવેલ મવડી રોડ વિશ્વ નગર શેરી 11 માં રહેતા 60 વર્ષના પ્રૌઢા નું એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિશ્વનગર શેરી નંબર 11 મહુડી રોડ પર રહેતા હંસાબેન ભીમજીભાઇ ગાધેર 60 એ ગઈકાલે સવારે સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરે એસિડ પી લેતા પરિવારજનોએ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે હંસાબેને અંતિમ શ્વાસ લીધા હતા, પ્રાથમિક તપાસમાં હંસાબેન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીની સારવાર હેઠળ હોય દવા ચાલુ હતી અને છેલ્લા કેટલાક સમયથી બીમારીથી કંટાળી ગયા હતા. માનસિક બીમારીથી કંટાળી તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ની પ્રાથમિક તપાસ પી.એસ.આઇ જે એચ ચાવડા ચલાવી રહ્યા છે