Rajkot,તા.28
રાજકોટ સહિત રાજયભરમાં ચૂંટણીપંચ દ્વારા આજથી મતદારયાદીની સઘન પુનરાવર્તન (એસ.આઈ.આર)ની કામગીરી આરંભી દેવામાં આવી છે.જે તા.7 ફેબ્રુઆરીના પૂર્ણ થતા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવાશે.
આ દરમિયાન તા.4 નવેમ્બરથી ડોર-ટુ-ડોર મતદારયાદીની કામગીરી થશે. જેમાં બી.એલ.ઓ.(બુથ લેવલ ઓફીસર્સ) ઘરે-ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવાશે.
રાજકોટ શહેર જિલ્લામાં 2650 મતદાન બુથ વિસ્તારમાં આ કામગીરી થશે.ત્યાર બાદ તા.9 ડીસેમ્બર 25ના હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. જેમાં તા.9-12-2025થી તા.8-1-2026 સુધી સુધારા વધારા માટે દાવો કરી શકાશે.
જયારે તા.31-1-2026 સુધી જિલ્લા ચુંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી કરશે આ સમગ્ર પ્રક્રીયાના અંતે તા.7-2-2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.અગાઉ થયેલ એસ.આઈ.આરને અનુસંધાને તા.1-1-2002ને લાયકાત યોગ્ય ગણવામાં આવશે ચૂંટણીપંચ દ્વારા બે તબક્કામાં કરવામાં આવશે.
2002-2004માં યોજાયેલ આખરી એસ.આઈ.આરની મતદાન યાદીમાં નાગરિકો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે.મતદાન યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશકત નાગરિકો,દિવ્યાંગો, અને વડીલોને સુવિધા રહે તે હેતુથી એન.સી.સી જેવા સ્વયંસેવક જુથોની મદદ પણ લેવામાં આવશે.
આ તકે પ્રતિબુથ 1200 મતદારોની પહેલની અમલવારીના ભાગ સ્વરૂપે બૂથ રેશનલાઈઝિંગ કરી એક પરિવારના તમામ સભ્યો એક જ બુથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
મતદાર યાદી 103 દિવસની પ્રક્રિયામાં અપડેટ કરવામાં આવશે.નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે.અને મતદાર યાદીમાં જોવા મળતી ભૂલો સુધારવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા જે વિશેષ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવેલ છે બે તબક્કામાં કરવામાં આવશે રાજયમાં આ અંતર્ગત 2025 ની મતદાર યાદીને 2002 ની મતદાર યાદી સાથે તુલના કરી મતદારોને એ અથવા બી.સી.અથવા ડી અને ઈ અથવા એફ કેટેગરી એમ કુલ 6 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે.
કેટેગરી એ અને બીમાં જે વ્યક્તિનું નામ 2025 ની મતદાર યાદીમાં છે. અને એમનો જન્મ 01/07/1987 કે તે પહેલાં છે. એટલે કે જેમની ઉમર 38 વર્ષથી વધુ છે. તે વ્યક્તિનું નામ 2002ની મતદાર યાદીમાં પણ જોવામાં આવશે. જો તેમનું નામ 2002ની મતદાર યાદીમાં છે તો તે ક્રમાંકની નોંધણી કરી એ મતદારને એ કેટેગરીમા મુકવામાં આવશે. અને જો તે વ્યક્તિનું નામ 2002ની મતદાર યાદીમાં નહી હોય તો તેમને ડી કેટેગરીમાં મુકવામાં આવશે.
કેટેગરી સી અને ડી જેમનો જન્મ 02/07/1987 થી 02/12/2004 વચ્ચે થયો છે. એટલે કે જેમની ઉમર 22 થી 38 વર્ષની છે. તે વ્યક્તિનું નામ 2025 ની મતદાર યાદીમાં છે અને તેમના માતા અથવા પિતા બંને માથી કોઇ એકનુ નામ 2002ની મતદાર યાદીમાં છે તો તેમને કેટેગરી એમાં મુકવામાં આવશે અને જો તેમના માતા પિતા બંનેમાથી એકનું પણ નામ 2002ની યાદીમાં નહી હોય તો તેમને બી કેટેગરીમાં મુકવામાં આવશે.
કેટેગરી સી અને ડી 2/12/2004 પછી જન્મેલા મતદારો એટલે કે જેમની ઉમર 18 થી 21 વર્ષની છે. તેમના માતા અને પિતા બંનેના નામ 2002ની મતદાર યાદીમાં હશે તો જ તેઓને ઈ કેટેગરીમાં મુકવામાં આવશે.
માતા પિતા બંનેના નામ 2002 ની યાદીમાં નહી હોય તો તેમને એફ કેટેગરીમાં મુકવામાં આવેશે.ફેઝ-2 માં મતદારો પાસેથી પુરાવા / દસ્તાવેજો માગવામાં આવશે એ કેટેગરીમા મુકવામાં આવ્યા છે તેમને કોઈ પૂરાવા રજૂ કરવાના રહેશે નહી.
બી.સી. અને ઈ કેટેગરીમાં મતદાર ને તેમનો પોતાનો એક નો જ પૂરાવો આપવાનો રહેશે ડી કેટેગરીમા મતદારને તેમની સાથે તેમના માતા અથવા પિતાનો એમ કૂલ બે પૂરાવા આપવા પડશે. પ્રદીપ ખીમાણી એફ કેટેગરીમાં મતદારને તેમની સાથે તેમના માતા અને પિતા બંનેના એમ કૂલ ત્રણ પૂરાવા આપવા પડશે. પુરાવા આપનારના નામ જ મતદાર યાદીમાં રહેશે.

