Ahmedabad,તા.28
ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના 9 મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે.
આ સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ્સ ઉભા કરાશે.. જેમાં મહેસાણા, વિસનગર, વડનગર, રણુંજ, ઊંઝા, સિદ્ધપુર, કલોલ, ગાંધીધામ અને સામખિયાળીનો સમાવેશ થાય છે.
દરેક સ્ટેશન પર વિસ્તાર મુજબ ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરાશે, જેમાં કદ 15X30 ફૂટથી લઈને 94ડ્ઢ76 ફૂટ સુધી હશે. સૌથી મોટું ચાર્જિંગ કેન્દ્ર મહેસાણા રેલવે સ્ટેશન પર બનાવાશે, જ્યાં TRD ઓફિસ નજીક 7,144 ચોરસ ફૂટનું વિસ્તૃત ઊટ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થશે.
અત્યાર સુધીમાં રેલવે વિભાગે તમામ સ્ટેશનો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે. આગામી પાંચ વર્ષ સુધી સંચાલન અને જાળવણીની જવાબદારી પસંદ થયેલ એજન્સી સોંપવામાં આવશે.
વિશેષ સુવિધાઓમાં ચાર્જિંગ પોઈન્ટ પર પીવાનું પાણી અને વોશરૂમ જેવી પાયાની જરૂરિયાતોનું આયોજન કરાયું છે. દરેક ચાર્જિંગ પોઈન્ટ પર એક સમયે 5 થી 10 અથવા વધુ ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરી શકાશે.
આ પહેલ પશ્ચિમ રેલવેના “ક્લીન એન્ડ ગ્રીન” અભિયાન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને ગુજરાતને ઇલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આગળ ધપાવશે.