New Delhi તા.7
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એવો પુનરોચ્ચાર કર્યો છે કે, આવતા ચાર-છ મહિનામાં ઈલેકટ્રીક વાહનોના ભાવ ઘટીને પેટ્રોલ વાહનો જેટલા થઈ જશે.
તેમણે કહ્યું કે, ભારત માટે ઈંધણ આગામી મોટો આર્થિક બોજ છે. દર વર્ષે 22 લાખ કરોડનો ખર્ચ કરવો પડે છે. પર્યાવરણને પણ હાની પહોંચે છે. દેશના વિકાસ માટે કલીન એનર્જી જરૂરી છે.
આવતા ચાર-છ મહિનામાં ઈલેકટ્રીક વાહનો પણ પેટ્રોલ-વાહનોનાં ભાવે મળવા લાગશે આવતા પાંચ વર્ષમાં ભારતને વિશ્વનું નંબર વન ઓટો માર્કેટ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
હાલ 22 લાખ કરોડે દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ઓટો માર્કેટ છે. હાલ અમેરિકાનું ઓટો માર્કેટ સૌથી મોટુ 78 લાખ કરોડનૂં છે. ચીનનું 47 લાખ કરોડનું છે.