Washington, તા.૭
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા છે. કંપનીના શેરધારકોએ તેમના માટે રેકોર્ડ તોડ વેતન પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ એટલું મોટું છે કે જો ટેસ્લા પોતાના નક્કી ગ્રોથ ટાર્ગેટ હાસિલ કરી લે તો મસ્કની નેટવર્થ ૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. ટેક્સાસમાં ગુરૂવારે યોજાયેલી ટેસ્લાની વાર્ષિક શેરધારક બેઠકમાં ૭૫ ટકાથી વધુ શેરધારકોએ મસ્કને સ્ટોક-બેસ્ડ કંપેનશેશન પ્લાનના પક્ષમાં મત આપ્યો. પરિણામની જાહેરાત બાદ ગોલ તાળીઓ અને નારાથી ગૂંજી ઉઠ્યો હતો. મસ્કે શેરધારકો અને ટેસ્લા બોર્ડનો આભાર માનતા કહ્યું- આઈ સુપર એપ્રીશિએટ ઇટ.
મસ્કને પગાર મળતો નથી. તેમની સંપૂર્ણ આવક સ્ટોક ઓપ્શન્સમાંથી આવે છે. આ નવા પેકેજ હેઠળ, તેમને આગામી ૧૦ વર્ષમાં ૪૨૩.૭ મિલિયન ટેસ્લા શેર મળી શકે છે. જો કંપનીનું બજાર મૂલ્ય ઇં૮.૫ ટ્રિલિયન સુધી પહોંચે છે, તો આ પેકેજ લગભગ ઇં૧ ટ્રિલિયનનું થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ટેસ્લાના શેરના ભાવમાં તેના વર્તમાન સ્તરથી આશરે ૪૬૬ ટકાનો વધારો થશે, જે તેને દ્ગદૃૈઙ્ઘૈટ્ઠ જેવી દિગ્ગજો કરતાં પણ વધુ મૂલ્યાંકન આપશે.
જો મસ્કને આ પેકેજના તમામ ૧૨ હપ્તા મળે છે, તો તેમની સરેરાશ દૈનિક કમાણી ઇં૨૭૫ મિલિયન (આશરે ૨,૩૦૦ કરોડ) પ્રતિ દિવસ થશે, જે કોઈપણ એક્ઝિક્યુટિવ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પગાર સોદો બનશે.
ટેસ્લાના બોર્ડે શેરધારકોને ચેતવણી આપી હતી કે જો આ પે પ્લાનને મંજૂરી ન મળે તો મસ્ક કંપની છોડવાનો નિર્ણય કરી શકે છે. બોર્ડે રેગુલેટરી ફાઇલિંગમાં કહ્યું કે મસ્કે પોતાના નિયંત્રણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને તે સીઈઓ બન્યા રહેવા માટે આ પેકેજથી મળનારી ગેરંટી ઈચ્છતા હતા. જોકે, આ વર્ષ કંપની માટે સરળ રહ્યું નથી. ૨૦૨૫ માં ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં ઘટાડો અને યુએસ સરકારના પ્રોત્સાહનોમાં ઘટાડાને કારણે ટેસ્લાના વેચાણ અને નફામાં તીવ્ર ઘટાડો થયો છે. આમ છતાં, આ પગાર પેકેજની મંજૂરીથી મસ્કની સ્થિતિ મજબૂત થઈ છે અને તેમને ઇતિહાસના સૌથી ધનિક વ્યક્તિ બનવાની દિશામાં એક ડગલું નજીક લઈ ગયા છે.

