Washington,તા.18
ઇલોન મસ્ક દ્વારા XAI ગ્રોક 3ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ AIનો ઉપયોગ યૂઝર્સ મોબાઇલ અને વેબ પ્લેટફોર્મ પર કરી શકશે. ગૂગલ જેમિની, OpenAI GPT-4 અને ડીપસીક માટે આ એક ચેલેન્જ લઈને આવ્યું છે. ગ્રોક 3 ઇમેજને પણ એનાલાઇઝ કરશે અને યૂઝર્સના સવાલનો જવાબ આપશે. એના કારણે હવે ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો પણ યૂઝર્સને વધુ સારો અનુભવ મળશે.
અમેરિકાના ટેનિસીમાં આવેલા મેમ્ફિસમાં ગ્રોકનું ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું છે. એમાં 2,00,000થી વધુ GPUનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રોક 2 કરતાં ગ્રોક 3માં દસ ગણો વધુ કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના કારણે એની ડેટા પ્રોસેસ કરવાની ક્ષમતા પણ વધુ છે. આ મોડલને ટ્રેઇન કરવા માટે દરેક પ્રકારના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમાં કોર્ટ કેસના ડોક્યુમેન્ટ્સનો પણ સમાવેશ થાય છે.
ગ્રોક 3 એક સિંગલ મોડલ નથી. એના ઘણા વર્ઝન છે, દરેકની ક્ષમતા અલગ અલગ છે. ગ્રોક 3 મિનિ ખૂબ જ નાનું મોડલ છે. તે ઝડપથી જવાબ આપે છે, પરંતુ એની એક્યુરસી થોડી ઓછી છે. ગ્રોક 3 રીઝનિંગ અને ગ્રોક 3 મિનિ રીઝનિંગને ખૂબ જ સમજવી વિચારીને બનાવવામાં આવ્યાં છે. આ બન્ને વર્ઝન કોઈ પણ સોલ્યુશન આપવા પહેલાં વિચાર કરે છે અને ત્યાર બાદ એનો જવાબ આપે છે. કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ માટે આ વર્ઝનનો ઉપયોગ ગ્રોક એપ્લિકેશનમાંથી કરી શકાય છે.