નવી દિલ્હી, તા.૧૨
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના માલિક Elon Musk આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની OpenAIને આશરે રૂ. ૮૪૬૦૦ કરોડમાં ખરીદવાની ઓફર આપી છે. Elon Musk AI કંપની X-AIને સાથે-સાથે વેલોર ઇક્વિટી પાર્ટનર્સ, બેરન કેપિટલ જેવા ઈન્વેસ્ટર્સે આ ઓફર આપી છે. જોકે, Elon Muskની ઓફર નકારીને OpenAIના CEO સેમ ઓલ્ટમેને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘નો થેન્ક્યુ, જો તમે(Elon Musk) ઈચ્છો તો અમે TWITTER (હવે X)ને લગભગ ૮૪૬૦૦ કરોડમાં ખરીદી લઈશું.’ આના જવાબમાં Elon Musk ઓલ્ટમેનને ‘સ્કેમ ઓલ્ટમન’ કહ્યા છે. Elon Musk કહ્યું કે, OpenAI માટે Open-સોર્સ, સેફ્ટી ફોક્સ્ડ ફોર્સ પર પરત ફરવાનો સમય આવી ગયો છે. અમે સુનિશ્ચિત કરીશું કે આવું થાય. Elon Musk આ ખરીદ્યા પછી OpenAIને ફરીથી એક નોન-પ્રોફિટ રિસર્ચ લેબોરેટરી બનાવવા ઈચ્છે છે. The Wall Street Journalના રિપોર્ટ મુજબ, આ ઓફર Elon Muskના વકીલ માર્ક ટોબેરોફ દ્વારા સોમવારે OpenAIના બોર્ડને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં Elon Musk અને સેમ ઓલ્ટમેને ૯ અન્ય લોકો સાથે મળીને OpenAIની સ્થાપના કરી હતી, પરંતુ ૨૦૧૮માં Elon Musk તેમાંથી જુદા થઈ ગયા હતા. ૨૦૨૩માં મસ્કે OpenAIના કોમ્પિટિટર AI સ્ટાર્ટઅપ X-AIની શરુઆત કરી હતી. ૨૦૨૪માં Elon Musk OpenAI અને કેટલાક અધિકારીઓ પર કોન્ટ્રાક્ટ ભંગનો આક્ષેપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. એમાં આક્ષેપ મુક્યો હતો કે, OpenAIએ પોતાના નોન-પ્રોફિટ સિદ્ધાંતોને છોડી દીધા છે અને હવે એક કોમર્શિયલ વેન્ચરની જેમ કામ કરી રહ્યા છે. OpenAI હવે કેપ્ડ પ્રોફિટ મોડલ પર કામ કરે છે, જેમાં રોકાણકારો ફક્ત મર્યાદિત નફો કમાઇ શકે છે. સોફ્ટબેંક ૨૬૦ બિલિયન ડોલર(લગભગ ૨૨ લાખ કરોડ)ના વેલ્યુએશન પર OpenAIમાં ૪૦ બિલિયન ડોલર(લગભગ ૩.૪ લાખ કરોડ રૂપિયા)નં રોકાણ કરી રહ્યા છે.
Trending
- રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો
- પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court
- Gondal: યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી
- Gondal સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા
- Gondal સબ જેલમાં ફાકી, સિગરેટ, ઠંડા પીણાંની બોટલના ઘા કરાયા
- Narmada Dam : સિઝનમા પ્રથમવાર 5 દરવાજા ખોલાયા
- Amreli ભાજપ-કોંગ્રેસના નારાજ આગેવાનો હવે હાથમાં ‘ઝાડુ’ પકડશે ?
- Bhavnagar: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ને પોક્સો અદાલતે જામીન રદ