પેટલાદ તાલુકાના રાવલી ગામે રહેતા રિક્ષા ડ્રાઈવર શારીકમિયાં હબીબમીયા મલેક ગતરોજ પિતાને લઈ રિક્ષામાં પેટલાદ જતા હતા. રસ્તામાં બાનીમિયા જહીરમિયા મલેક અને રિયાનાબાનુ ફિરોજમિયા મલેકને રવિપુરા ચોકડી ખાતે જવું હોવાથી બંને મહિલાઓ પણ રિક્ષામાં સવાર થઈ હતી. રીક્ષા ઘૂંટેલી ગામના સ્મશાન નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે પૂરઝડપે ટ્રોલી સાથેના ટ્રેક્ટરના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષાનો આગળનો કાચ તૂટી ગયો હતો. રિક્ષામાં સવાર રિયાનાબાનું (ઉં.વ.૪૦) તેમજ હબીબ મિયાને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાણ થતા ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે રિયાનાબાનુને તપાસીને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરને ઘટના સ્થળે બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મહેળાવ પોલીસે ટ્રેક્ટરચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Varun નો એન્ટ્રી ટુ છોડી દીધાની ચર્ચાથી બોની કપૂર નારાજ
- Lakshya- અનન્યાની ચાંદ મેરા દિલની રીલિઝ ડેટ હજુ પણ નક્કી નહિ
- PM Modi અમેરિકી પ્રમુખ ટ્રમ્પથી ડરે છે: રાહુલનો આક્ષેપ
- 2040માં Gold ના ભાવ ખાનગી જેટ વિમાન જેટલા થઈ જશેઃ રસપ્રદ સરખામણી
- ચેન્નઈમાં Silver નો ભાવ રૂા.2 લાખથી વધી ગયો
- દેશના ગ્રાહકોના હિતોને પ્રાધાન્ય : ટ્રમ્પના વિધાનનો જવાબ
- સતત 7મીવાર ભારત UNની માનવ અધિકાર પરિષદમાં ચૂંટાયું
- Labor Shortages નાં લીધે અમેરિકામાં ગ્રોસરીના ભાવમાં ભડકો થવાની શક્યતા