New Delhi,તા.5
માનનીયોને ઓછા સમય ગાળામાં (યાત્રાના દિવસે) કોઈપણ ટ્રેનમાં ઈમરજન્સી કવોટા અંતર્ગત ફરજીયાતપણે બર્થ આપવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. રેલવેનાં નવા નિયમ અંતર્ગત તેમણે યાત્રાના એક દિવસ પહેલા ઈમરજન્સી કવોટા અંતર્ગત બર્થ મેળવવા અનુરોધ કરવો પડશે.
અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય યાત્રીઓની સુવિધા માટે જુનથી રિઝર્વેશન ચાર્ટ 24 કલાક પહેલા તૈયાર કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
આથી ટીકીટ કન્ફર્મ નહિં થવાની સ્થિતિમાં યાત્રીને અન્ય વિકલ્પ પસંદ કરવાની સુવિધા મળશે.
આ સાથે જ રેલવે બોર્ડે બધી ટ્રેનોમાં ઈમરજન્સી કવોટા અંતર્ગત બર્થ ફાળવણી કરવાનાં નિયમ બદલી આપવામાં આવ્યા છે.
આ છે નવા નિયમ
સવારની ટ્રેન માટે જો તે રાત્રે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમ્યાન છૂટે છે તો ઈમરજન્સી કવોટા માટે અનુરોધ યાત્રાનાં એક દિવસ પહેલા બપોરે 12 વાગ્યે જમા કરાવી દેવો પડશે. રજાઓ માટે જો રવિવાર કે સતત રજા પર કવોટા ઈસ્યુ થવાનો છે તો અનુરોધ રજાઓ પહેલામાં છેલ્લા કાર્ય દિવસે જમા કરાવવો પડશે.
આજની ટ્રેન માટે જો બપોરે 2-01 વાગ્યાથી રાત્રીનાં 11.59 વાગ્યા દરમ્યાન ટ્રેન છૂટે છે તો અનુરોધ યાત્રાના એક દિવસ પહેલા સાંજે 4 વાગ્યા સુધીમાં જમા કરાવવો પડશે. એજ દિવસનો અનુરોધ નહીં સ્વીકારાય. યાત્રાના દિવસે કરાયેલો કોઈપણ અનુરોધ નહિં સ્વીકારાય.