Morbi,તા.21
મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ દુકાન ધરાવતા અને વકીલાત કરતા આધેડે દુકાનમાં કામ કરતા કર્મચારીને હાથ ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ચાર ઇસમોએ દુકાનદારને પાઈપ અને ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબીના રવાપર રોડ પર બોનીપાર્કમાં રહેતા વિજય કેશવજી સરડવાએ આરોપીઓ રફીક નુરમામદ સિપાઈ, મકબુલ, સાહિલ અને અજાણ્યો ઇસમ એમ ચાર વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ચારેક વર્ષ અગાઉ રફીક નુરમામદ સિપાઈ બાલાજી ફાસ્ટફૂડ રવાપર રોડ પર દુકાન હોય ત્યારે નોકરી કરવા આવ્યો હતો અને ચરેસ માસ અગાઉ ખાલી કરી નાખી હતી અને રફીકને કામે આવવાની ના પાડી હતી ત્યારે તેને દેવું હોવાનું કહ્યું હતું અને લાંબા સમયથી ઓળખતો હોવાથી અલગ અલગ વખતે કુલ રૂ ૪,૨૭,૦૦૦ રૂપિયા આપ્યા હતા જેના બદલે તેને ચાર ચેક આપ્યા હતા ચારેક મહિનામાં પરત આપી દેવા કહ્યું હતું આજથી એકાદ મહિના અગાઉ રફીકને ફોન કરી પૈસા માંગતા થોડા દિવસોમાં આપી દેશે કહ્યું હતું અને પૈસાની જરૂરત હોવાથી અવારનવાર ફોન કર્યો પરંતુ દર વખતે નવી તારીખ આપતો હતો
અગાઉ તેનો એક ચેક રીટર્ન કરાવ્યો અને રફીકે રૂપિયા આપવા ના હોય જેથી ગત તા. ૧૯ ના રોજ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બાલાજી ઓનલાઈન સર્વિસ નામની ફરિયાદીની દુકાને રફીક, મકબુલ, સોહિલ અને અજાણ્યો ઇસમ આવીને તારા રૂપિયા આપવા નથી કહેતા રૂપિયા આપવા પડશે તારે ના દેવા હોય તો હું કોર્ટમાં કેશ કરીશ કહેતા ઉશ્કેરાઈ જઈને ગાળો બોળી પાઈપ અને ધોકા વડે માર મારી ઈજા કરી હવે પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે