Maharashtra,તા.4
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે બુધવારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ કામના કલાકોમાં વધારો કર્યો છે. સરકારે આ સંદર્ભમાં કાયદામાં સુધારાને મંજૂરી આપી છે જેથી તેને નવ કલાકથી વધારીને 10 કલાક કરી શકાય.
રાજ્ય સરકારના નિવેદન મુજબ, કાયદામાં ફેરફારનું મુખ્ય કારણ નવું રોકાણ આકર્ષિત કરવું, રોજગાર સર્જન કરવું અને કામદારોના અધિકારોનું રક્ષણ કરવું છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ ખાનગી કંપનીઓના કામદારોને 9 કલાકને બદલે 10 કલાક કામ કરવું પડશે.
મહારાષ્ટ્રમાં, બુધવારે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર હવે તમિલનાડુ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં જોડાઈ ગયું છે, જ્યાં આવા સુધારા પહેલાથી જ કરવામાં આવી ચૂક્યા છે.