Ahmedabad,તા.16
દિવાળી સમયે અમદાવાદના લોકો ખરીદી કરવા એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમા જઈ શકે એ માટે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસમાંધનતેરસથી દિવાળી સુધી ત્રણ દિવસ તમામ લોકો મફત મુસાફરી કરી શકશે. રોજ ૮૦૦ જેટલી બસ ઓનરોડ મુકવામા આવે છે.જેમા સરેરાશ ૫.૫૦ લાખ લોકો મ્યુનિ.બસમા મુસાફરી કરતા હોય છે.
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બુધવારે મળેલી બેઠકના અંતે કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહયુ,દિવાળી પર્વમા ખરીદીને વેગ મળે એ માટે ૧૮થી ૨૦ ઓકટોબર એમ ત્રણ દિવસ તમામ મુસાફરો બસમા મફત મુસાફરી કરી શકે એ માટે કમિટીએ કોર્પોરેશનની મંજુરીની અપેક્ષાએ ઠરાવને મંજૂરી આપી છે.દિવાળીમા ત્રણ દિવસ તમામ લોકો માટે મફત મુસાફરી કરવાનો નિર્ણય એ.એમ.ટી.એસ.ના ઈતિહાસમા પહેલી વખત લેવામા આવ્યો છે.