New Delhi,તા.05
ઇંગ્લેન્ડનાં મુખ્ય કોચ બ્રેન્ડન મેકકુલમે ભારત સામેની તાજેતરની ચોથી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અવેજી ખેલાડી વિવાદ અંગે પોતાનું મૌન તોડ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે શિવમ દુબેના અવેજી ખેલાડી તરીકે રાણાને મેદાનમાં ઉતાર્યો હતો.
ઇંગ્લેંડના મુખ્ય કોચે બ્રેન્ડન મેકકુલમે જાહેર કર્યું હતું કે, મેચ પછી તેણે મેચ રેફરી જવાગલ શ્રીનાથ સાથે વાત કરી હતી, પરંતુ આ ઘટનામાં કોઈ ગરમાગરમી કરી ન હતી. હકીકતમાં, હર્ષિત રાણાને શિવમ દુબેનો યોગ્ય વિકલ્પ માનવામાં આવતો ન હતો તેના પર ખૂબ વિવાદ થયો હતો.
હર્ષિત રાણાએ ઇંગ્લેન્ડની ત્રણ વિકેટો લીધી હતી જેની મદદથી ભારત 15 રનથી મેચ જીત્યું હતું. આ ઘટના અંગે બોલતાં, મેકકુલમે કહ્યું કે, તેમની ટીમે રેફરીના નિર્ણયથી અસંમત હતાં.
મેકકુલમે કહ્યું કે, અમે જવાગલ શ્રીનાથ સાથે અસંમત હતાં તેનાં નિર્ણયમાં એક અલગ સ્ટાઇલના ખેલાડીને રમવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, મેચ પછી મેં શ્રીનાથ સાથે વાતચીત કરી હતી.
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે રેફરીના નિર્ણયની ભારપૂર્વક નિંદા કરી હતી. વિકેટકીપર બેટ્સમેને પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, ક્યાં દુબે જે બેટ્સમેન છે અને તેની બોલિંગની ગતિ 25 માઇલ પ્રતિ કલાકની છે અને રાણા એક ફાસ્ટ બોલર છે.
બ્રેન્ડન મેકકુલમે એમ પણ કહ્યું હતું કે, શિવમ દુબેને પાંચમી મેચમાં રમતાં જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેકકુલમે જણાવ્યું હતું કે, દુબે એક જ દિવસમાં સ્વસ્થ થઈ ગયો હતો અને 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે બોલરોનો સામનો કરવા સંમત થઈ ગયો હતો. મને થોડો આશ્ચર્ય થયું કારણ કે હું ખેલાડી વિશે ચિંતિત હતો.