Morbi,તા.10
વિસીપરા વિજયનગર મેઈન રોડ પરથી પોલીસે રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૯૦ બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂ અને રીક્ષા સહીત ૮૨,૬૯૦ નો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિજયનગર મેઈન રોડ પરથી સીએનજી રીક્ષાને આંતરી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૯૦ બોટલ કીમત રૂ ૫૭,૬૯૦ મળી આવીહતી જેથી પોલીસે રીક્ષા અને દારૂ સહીત ૮૨,૬૯૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી જાવેદ ઉમર જેડા રહે કુલીનગર વિસીપરા મોરબી વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી સાજીદ કાદર લધાણીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે