Rajkot,તા.23
રેણુબેન ભરતભાઈ યાજ્ઞિક ( ઉંમર વ. 80) તે ભરત યાજ્ઞિક ( નાટ્યકર્મી, આકાશવાણી રાજકોટના નિવૃત્ત ઉદઘોષક)ના ધર્મપત્ની સ્વ. સનત ઠાકરના પુત્રી, રાજુ યાજ્ઞિક (આકાશવાણી રાજકોટ)ના માતુશ્રી, પ્રો. પ્રેમલ યાજ્ઞિક ( સદગુરુ મહિલા કોલેજ, રાજકોટ) ના સાસુ, ચી . વરદાના દાદીનું તા. 22ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું – સ્મૃતિ સભા તા. 24 જુલાઈ, ગુરુવારે સાંજે 4 થી 6, હેમુ ગઢવી હોલ ( મેઈન) ટાગોર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
મંગળવારે સાંજે રેણુબહેનની અંતિમ યાત્રામાં સૌરાષ્ટ્રના નાટ્ય – કલા, સંગીત, સાહિત્ય, શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, આકાશવાણી રાજકોટના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ – અધિકારીઓ, શ્રોતાઓ, કળા નિકેતનના સૌ કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચ અને રેડિયોના એક વરિષ્ટ અને પ્રેરક કલાકારને યથોચિત અંજલિ આપી હતી.