‘અંબાની ભક્તી જોડે ઓપરેશન સિંદૂરની શક્તિ’ વહેલી સવાર સુધી ગરબા રમી શકે તે માટે તમામ જિલ્લાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
Ahmedabad,,તા.૨૭
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત માં તમામ લોકોને રવીવારે રાત્રે ઓપરેશન સિંદૂર પર ગરબા કરવા અપીલ કરી છે. આવતીકાલે રવિવારે સાતમા નોરતે રાત્રે ૧૧ વાગ્યાથી ઓપરેશન સિંદૂરની ધૂન પર ગરબા રમવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યભરમાંથી ગરબા આયોજકો અને સોસાયટી માં રાત્રે ૧૧ વાગે ઓપરેશન સિંદૂર પર ગરબા રમાશે. રાતે ૧૧ વાગ્યાથી ૧૧.૧૦ સુધી ઓપરેશન સિંદૂરની ધૂન પર ગરબા રમાશે.
તેમણે આગળ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘અંબાની ભક્તી જોડે ઓપરેશન સિંદૂરની શક્તિ’ વહેલી સવાર સુધી ગરબા રમી શકે તે માટે તમામ જિલ્લાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે સૌ માઈ ભક્તો છીએ બધાની મનોકામના પૂરી થઈ રહી છે.
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, સુરક્ષા માટે દેશની સરહદ પર કામ કરતા વિર જવાનોને અભિનંદન આપતા તથા ઓપરેશન સિંદૂરનો આભાર માનતા આખા રાજ્યમાં આવતીકાલે ગરબામાં રાત્રે ૧૧ વાગ્યા થી ૧૧.૧૦ સુધી ‘માં અંબાની ભક્તિ જોડે ઓપરેશન સિંદૂરની શક્તિ’ નજરે પડશે. દેશના વિકાસ જવાનોને અભિનંદન આપતા ઓપરેશન સિંદૂર પર લોકો ગરબે ઝૂમશે. દેશભક્તિનો અલગ નજારો ગામથી શહેર સુધી નજરે પડશે.
અમદાવાદના ઓગણજમાં આયોજિત રાસરાત્રિ ૨૦૨૫ના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવલી નવરાત્રિના પાંચમા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સંબોધન કર્યું. તેમજ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમાય છે. અને નાના વેપારીઓની નવરાત્રિથી જ દિવાળીની શરૂઆત થઈ ગઈ છે.