New Delhi તા.3
કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ) સાથે જોડાયેલા લોકો માટે ફંડના ઉપાડથી માંડીને ખાતા સાથે જોડાયેલ અન્ય સમસ્યાઓથી રાહત મળવા જઈ રહી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયના નિર્દેશ પર ઈપીએફઓ પોતાની સીસ્ટમને કેન્દ્રીકૃત (સેન્ટ્રલાઈઝ) કરવાનું કામ આ મહિનાના અંત સુધીમાં પુરુ કરી લેશે. ત્યારબાદ ફેબ્રુઆરીથી નામમાં ભુલ કે અન્ય કોઈ કારણે પીએફ ખાતાથી રકમ ઉપાડવામાં કોઈ પરેશાન નહીં થાય. બીજી બાજુ, મે-જૂન સુધીમાં ઈપીએફઓની બધી સીસ્ટમ બેન્કીંગની જેમ કામ કરવું શરૂ કરી દેશે.
ગુરુવારે પત્રકારો સાથે વાતચીતમાં કેન્દ્રીય શ્રમમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં ઈપીએફઓ ખાતામાંથી ફંડના ઉપાડ દરમિયાન સભ્યોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
નામમાં ભુલ, આધાર અને બેન્ક ખાતા અપડેટ ન હોવા, નોકરી છોડવા પર જૂની કંપનીની જમા રકમ નવા પીએફ ખાતામાં હસ્તાંતરિત ન હોવી સહિતની અનેક સમસ્યાઓ પેદા થાય છે.
આ બધી સમસ્યાઓને ધ્યાનમાં ઈપીએફઓની બધી સીસ્ટમને અપડેટ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કર્મચારીઓનો રેકોર્ડ ઈપીએફઓના ક્ષેત્રીય રાખવામાં આવ્યું છે. હવે ઈપીએફઓની આઈટી સીસ્ટમ 2.01 પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.