New Delhi,તા.25
ઈપીએફઓ સભ્યો ટુંક સમયમાં જ એટીએમ કે યુપીઆઈ જેવી અન્ય પધ્ધતિઓથી પોતાના પીએફ ખાતામાંથી ઉપાડ કરી શકશે. આના માટે તેમણે પોતાના બેન્ક ખાતાને ઈપીએફ સાથે જોડવા પડશે. આ સુવિધા આગામી બે મહિનામાં શરૂ થઈ શકે છે.
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું કે, શ્રમ મંત્રાલય એક એવી પરિયોજના પર કામ કરી રહ્યું છે. જેમાં પીએફ કોર્ષનાં એક નિશ્ર્ચિત ભાગને રોકી દેવામાં આવશે અને એક મોટો ભાગ યુપીઆઈ કે એટીએમ ડેબીટ કાર્ડ જેવી વિભિન્ન રીતે ઉપાડ ક્રી શકાશે. હજુ આ સિસ્ટમને લાગુ કરવા માટે સોફટવેર સાથે સંકળાયેલ અનેક પડકારો છે.
જેને હલ કરવામાં આવી રહ્યા છે. મંત્રાલયનું માનવુ છે કે, પીએફ ખાતામાં જમા રકમ સભ્યની છે અને તેને એ અધિકાર હોવો જોઈએ કે જરૂરત પડવા પર એક સીમા સુધી તે કોઈપણ રોક વિના ઉપાડ કરી શકે.સોફટવેર સાથે સંકળાયેલ અનેક પડકારો છે.
જેને હલ કરવામાં આવી રહ્યા છે. મંત્રાલયનું માનવુ છે કે, પીએફ ખાતામાં જમા રકમ સભ્યની છે. અને તેને એ અધિકાર હોવો જોઈએ કે જરૂરત પડવા પર એક સીમા સુધી તે કોઈપણ રોક વિના ઉપાડ કરી શકે. સોફટવેર સાથે જોડાયેલી ફરિયાદો દુર થયા બાદ સભ્ય સ્વીકૃત રકમ ઉપાડી શકશે.
ઓટો દાવા નિકાલ પ્રક્રિયા શરૂ થયા બાદ ઉપાડ ધન રકમમાં વૃધ્ધિ થઈ 89.52 લાખ દાવાનો નિકાલ થયો હતો. વર્ષ 2024-25 માં 2.34 કરોડ એડવાન્સ દાવાનો નિકાસ થયો હતો.
ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)એ એડવાન્સ કલેમનાં મામલામાં ઓટો સેટલમેન્ટની સીમા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. બીમારી, હાઉસીંગ, લગ્ન પ્રસંગ અને એજયુકેશનનાં કેસોમાં મેમ્બર આ સીમા સુધી ઓટો કલેમ કરી શકે છે. રોજગાર-શ્રમમંત્રી મનસુખ માંડવીયાએ આ જાણકારી આપી હતી.