Dhoraji,તા. 23
ધોરાજી તાલુકાના ભુખી ગામે વાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને આંખની આજુબાજુ કોઈ ઝેરી જીવજંતુ કરાઈ ગયું હોવાથી આ વ્યક્તિને આંખની તેમજ મોઢાના ભાગ વિસ્તારની અંદર સોજાઓ ચડવાના શરૂ થયા હતા જેમાં આ સોજાઓ શરૂ થતા તેમને દુખાવો તેમ જ અસહ્ય બળતરા શરૂ થતા તેમની આ હાલતને લઈને તેમને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા કોઈ અજ્ઞાત ઝેરી જીવજંતુ કરડે ગયો હોવાથી આ પ્રકારના સોજા ચડી ગયા હોવાની બાબત સામે આવી રહી છે જેને લઇને આ વ્યક્તિની વિશેષ સારવાર ધોરાજી સરકારી હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
ધોરાજીના ભુખી ગામે વાડી વિસ્તારમાં રહેતા મુકેશ જેઠવા નામના વ્યક્તિ પોતાની વાડી વિસ્તારમાં હતા તે દરમિયાન તેમની આંખની આજુબાજુ કોઈ અજ્ઞાત ઝેરી જીવજંતુ કરડે ગયો હતો જેમાં આ ઝેરી જીવજંતુ કરડે ગયા બાદ તેમને મોઢાના તેમ જ આંખની બાજુમાં સોજાઓ ચડવા લાગ્યા હતા અને આ સોજાઓ ચડવાની સાથે સાથે તેમને દેખાવાનું તેમજ બોલવાનું ખૂબ જ પીડાદાયક થઈ રહ્યું હતું ત્યારે આ પીળાઓ અને અસહ્ય દુખાવો તેમ જ બળતરા થતા તાત્કાલિક અસરથી ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં આ અંગેનો કેસ ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવતા ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા આ ઝેરી જીવજંતુ કરડી ગયેલા વ્યક્તિની વિશે સારવાર અને સંભાળ લેવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરની અંદર ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ તેમજ જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામની અંદર થોડા દિવસોથી અજ્ઞાત જીવજંતુનો આતંક વધ્યો છે જેમાં આ જીવજંતુના આતંક અને કરડવાના કિસ્સાની અંદર ગણતરીની કલાકોમાં જ દર્દીની હાલત ખરાબ થઈ રહી હોય અને આ જીવજંતુ કરડવાના કારણે અત્યાર સુધીમાં ત્રણ જેટલા વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા હોવાનો પણ સામે આવ્યું છે ત્યારે ધોરાજીના ભુખી ગામે આ પ્રકારનું ઝેરી જીવજંતુ કરીને જવાને કારણે લોકોમાં ભય ફેલાયો હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. રાજ બેરા દ્વારા લોકોને સતત રહેવા તેમજ કોઈપણ પ્રકારનું ઝેરી જીવજંતુ કરડે તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો ડોક્ટરનો વહેલામાં વહેલી તકે સંપર્ક કરવા માટેની પણ ખાસ સૂચનાઓ આપી છે.